<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

આંબેડકરનગરમાં દયાબેન ચાવડાને પાડોશી શારદાબેને ધોકાથી ફટકાર્યા

પોતાની પાણીની નળી પાછી માંગતા ન ગમ્‍યું

 

 

રાજકોટ તા. ૨૬: ગોકુલધામ મેઇન રોડ પર આંબેડકરનગર-૧૦માં રહેતાં દયાબેન ગુણવંતભાઇ ચાવડા (ઉ.વ.૫૦) નામના મહિલાને પડોશમાં રહેતાં શારદાબેન પરમારે ધોકા-પાઇપથી હુમલો કરી ઇજા પહોંચાડતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયા છે.

દયાબેનને સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. પતિ છુટક મજૂરી કરે છે. પાડોશીને દયાબેને થોડા દિવસ પહેલા પાણીની નળી આપી હતી. આ નળી આજે પાછી માંગતા બોલાચાલી કરી હુમલો કરાયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી

(3:39 PM IST)