<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

નવા થોરાળમાં ૭૯ વર્ષના જીવીબેને દિકરાના વિયોગમાં આપઘાત કર્યો

ગળાફાંસો ખાઇ લીધોઃ દિકરાએ પણ ફાંસો ખાઇ આપઘાત કર્યો'તો

 

 

રાજકોટ તા. ૬: નવા થોરાળા વિસ્‍તારમાં પાંચ વર્ષ પહેલા ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેનારા દિકરાના વિયોગમાં ૭૯ વર્ષના વૃધ્‍ધાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ નવા થોરાળા શેરી નં. ૯માં રહેતાં જીવીબેન ગેલાભાઇ માદલીયા (ઉ.વ.૭૯) નામના વૃધ્‍ધાએ સવારે ઘરે છતના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં ૧૦૮ને જાણ કરવામાં આવી હતી. તેના તબિબે તેમને મૃત જાહેર કરતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. બનાવની જાણ થતાં થોરાળા પોલીસ સ્‍ટેશનના સ્‍ટાફે ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. આપઘાત કરનાર જીવીબેનને સંતાનમાં ચાર દિકરા અને ચાર દિકરી છે.

સગાના જણાવ્‍યા મુજબ પાંચેક વર્ષ પહેલા જીવીબેનના મોટા દિકરા અનિલભાઇએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ત્‍યારથી તેઓ સતત ગુમસુમ રહેતાં હતાં. દિકરાના વિયોગમાં તેમની માનસિક સ્‍થિતી પણ અસ્‍વસ્‍થ થઇ ગઇ હતી. આ કારણે પગલુ ભરી લીધુ હતું.

(3:18 PM IST)