News of Thursday, 27th August 2026
‘યાદો કા કારવા' રવિવારે યારાના ગ્રુપનો સિલ્વર જયુબેલી કાર્યક્રમઃ ૧૦ ગાયકો જમાવટ કરશે
અંદાજે ૩૦ જેટલા ગીતો રજૂ થશેઃ નિઃશુલ્ક કાર્યક્રમમાં સંગીત પ્રેમીઓને આમંત્રણ

રાજકોટઃ શહેરમાં ઘણા મ્યુઝીકલ ગ્રુપો, કલબો ચાલે છે, પરંતુ આ બધા ગ્રુપોમાં જો કોઇ હટકે પ્રોગ્રામ આપતું હોય તો રાજકોટનું એક માત્ર ‘યારાના ગ્રુપ છે. આ યારાના ગ્રુપે એક એકથી ચડીયાતા પ્રોગ્રામ કરી ચૂકયા છે.
હવે યારાના ગ્રુપનો સિલ્વર જયુબેલી રપમો જાજરમાન કરાઓક કાર્યક્રમ ‘યાદો કા કારવા' તા. ૩૦ ને રવિવારે રાત્રે ૮:૩૦ વાગ્યે અરવિંદ મણીયાર એ.સી. હોલ ખાતે યોજાયેલ છે. એન્ટ્રી ફ્રી છે. તેમ યારાના ગ્રૃપ આયોજક દિનેશભાઇ ધમાલ અને અલ્પેશભાઇ કેસુરની એક યાદીમાં જણાવ્યું છે.
તા.૩૦ ના રવિવારના રોજ યોજાયેલ કાર્યક્રમનું એન્કરીંગ (સંચાલન) જીતેન્દ્રભાઇ શુકલનું છે. આ કાર્યક્રમમાં દિનેશભાઇ ધમાલ, અલ્પેશભાઇ કેસુર, જીતેન્દ્રભાઇ શુકલ, નમ્રતાબેન મહેતા, ધરાબેન કોઠારી, શિલ્પાબેન પટેલ, ભાવેશભાઇ મૃગ, કમલભાઇ ભટ્ટ, હેતવી ભટ્ટ વગેરે જમાવટ કરશેતેમ અંતમાં જણાવાયું છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:14 PM IST)










