<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

મંજૂર-ડેવલપરને ત્રણ મહિનામાં બાકી કામ પૂર્ણ કરી કબજો સોંપવાનો આદેશ

“TITAN 54” પ્રોજેકટના એલોટીની ફરિયાદ RERA, ગુજરાત દ્વારા

રાજકોટ : શહેરના પોષ વિસ્‍તાર ગણાતા અમીન માર્ગ પર આવેલ “TITAN 54" પ્રોજેકટમાં ફ્‌લેટ ખરીદનાર દ્વારા ડેવલપર સામે કરવામાં આવેલી ફરિયાદને ગુજરાત રિયલ એસ્‍ટેટ રેગ્‍યુલેટરી ઓથોરિટી (RERA), ગુજરાત દ્વારા મંજૂર કરવામાં આવી છે. સત્તાધિકારીએ ફરિયાદીની રજૂઆતોને માન્‍ય રાખી ડેવલપરને બાકી રહેલું કામ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરી ફ્‌લેટનો કબજો ફરિયાદીને સોંપવાનો તથા કબ્‍જો સોંપવામાં થયેલ વિલંબને માટે તા. ૦૧.૦૧.૨૦૨૪થી કબ્‍જો સોંપ્‍યા તારીખ સુધી ૯% વ્‍યાજ ચૂકવવા મહત્‍વપૂર્ણ આદેશ કર્યો છે.

ફરિયાદી શ્રી દીપેન લવજીભાઈ હેમાડિયા દ્વારા “TITAN 54" પ્રોજેકટના ફ્‌લેટ નં. C-602 અંગે ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદમાં મુખ્‍યત્‍વે એવો આક્ષેપ કરવામાં આવ્‍યો હતો કે ફ્‌લેટની ખરીદી માટે જરૂરી રકમ ચૂકવવામાં આવી હોવા છતાં ડેવલપર દ્વારા ફ્‌લેટનું કામ પૂર્ણ કરવામાં આવ્‍યું ન હતું તેમજ રજિસ્‍ટર્ડ વેચાણ દસ્‍તાવેજ કરી કબજો સોંપવામાં આવ્‍યો ન હતો. આ અંગે ફરિયાદીએ ચૂકવેલી રકમ ઉપર વ્‍યાજ તેમજ બાકી કામ પૂર્ણ કરી કબજો સોંપવાની માંગણી કરી હતી.

ફરિયાદની સુનાવણી દરમિયાન ફરિયાદીના વકીલશ્રી આનંદ એમ. રાણપરાની રજૂઆતો તથા રેકોર્ડ પરના દસ્‍તાવેજોનું અવલોકન કર્યા બાદ RERA, ગુજરાતે ફરિયાદ મંજૂર કરી છે. સત્તાધિકારીએ સ્‍પષ્ટપણે ડેવલપરને ફરિયાદીના ફ્‌લેટનું બાકી રહેલું કામ ત્રણ મહિનાની અંદર પૂર્ણ કરી, જરૂરી રજિસ્‍ટર્ડ વેચાણ દસ્‍તાવેજ કરી ફ્‌લેટનો કબજો સોંપવાનો આદેશ કર્યો છે.

વધુમાં, સત્તાધિકારીએ ડેવલપરને ફરિયાદી દ્વારા ચૂકવવામાં આવેલી રકમ ઉપર ૯% વાર્ષિક દરે વ્‍યાજ ચૂકવવાનો પણ આદેશ કર્યો છે, જે વ્‍યાજ કબજો સોંપવામાં આવે ત્‍યાં સુધી ચૂકવવાનું રહેશે.

આ નિર્ણય દ્વારા રિયલ એસ્‍ટેટ પ્રોજેકટમાં ફ્‌લેટ ખરીદનારના હકોનું રક્ષણ કરવામાં આવ્‍યું છે અને ડેવલપર દ્વારા બાકી રહેલી કામગીરી તથા કબજો સોંપવામાં થતી વિલંબિત કાર્યવાહી અંગે RERA દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્‍યું છે.

ફરિયાદીની તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે ખરીદદાર દ્વારા પોતાની નાણાકીય જવાબદારીઓ પૂર્ણ કર્યા બાદ પણ તેને ફ્‌લેટનો સંપૂર્ણ અને કાયદેસર કબજો મળ્‍યો ન હતો. RERAના આદેશથી હવે ડેવલપરને નિર્ધારિત સમયમર્યાદામાં બાકી કામ પૂર્ણ કરી કબજો સોંપવો તથા વિલંબના સમયગાળા માટે વ્‍યાજ ચૂકવવું ફરજિયાત બન્‍યું છે.

આ નિર્ણય રિયલ એસ્‍ટેટ ક્ષેત્રમાં ઘર ખરીદનાર ગ્રાહકોના હિતોના રક્ષણ અને ડેવલપરની જવાબદારી સુનિヘતિ કરવાની દિશામાં મહત્‍વપૂર્ણ નિર્ણય માનવામાં આવે છે.

(2:18 PM IST)