News of Thursday, 27th August 2026
એ લોક મેળામાં સ્થળ પર ૧૩ ગુન્હાદાખલ, ૧૨૪ અરજી લીધીઃ અધધ રકમ પરત અપાવી
જન્માષ્ટમીની ખુશી બેવડાઇ જાય તેવું સુરત પોલિસના કાર્ય પર લોકો આફ્રિન સેક્ટર વડા મહેન્દ્ર બગડિયાની અધ્યક્ષતામાં ડીસીપી નિધિ ઠાકુરના નેતળત્વમાં pi કે. ડી જાડેજા ટીમ દ્રારા અનેરો મેળો

રાજકોટ, તા.૨૭: જન્માષ્ટમીના તહેવારો અંતર્ગત લોકોની ખુંશી અને આનંદ બેવડાઇ જાય તે માટે સેક્ટર-૨ ના અધિક પોલિસ કમીશનર મહેન્દ્ર બગડિયાની અધ્યક્ષતામાં અને ડીસીપી નિધિ ઠાકુરના નેતળત્વમા પોલિસ ઇન્સ્પેક્ટર કે.ડી.જાડેજા ટીમ દ્રારા અદભુત અને અનેરા લોક મેળાનું આયોજન કરવામાં આવેલ. આર્થિક ગુનાઓ સામે સુરત પોલીસની અસરકારક કાર્યવાહી..અરજદારોને ઝડપી ન્યાય અને તેમના નાણાં પરત મળે તે હેતુથી સુરત શહેર પોલીસ દ્વારા આર્થિક ગુનાઓ નોંધવા માટે અધિક પોલીસ કમિશનર સેક્ટર-૨ શ્રી મહેન્દ્ર બગડિયાની અધ્યક્ષતામાં ઝોન-૪ સમાવિષ્ટ અલથાણ,પાંડેસરા અને ખોટોદરા પોલીસ દ્વારા વિશેષ લોક મેળાનું આયોજન કરવામાં આવ્યું. છેલ્લા ત્રણ માસ દરમિયાન કુલ ૧૨૪ અરજીઓ સ્વીકારી કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેમાં અરજદારોને રૂ.૮,૪૯,૬૯,૯૭૭/-ની રકમ પરત અપાવવામાં આવી. આ ઉપરાંત સ્થળ પર જ કાર્યવાહી કરીને કુલ ૧૩ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા, જેમાં સ્થળ પરજ બે ગુનામા સમાધાન થતા ફરિયાદીને તેની રકમ પરત મળેલ છે. જેમાં છેતરપિંડીની કુલ રકમ રૂ.૨,૦૦,૭૯,૪૦૫/- છે તેમજ આરોપીઓ સામે ધરપકડ/નોટિસ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
(2:22 PM IST)










