તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Saturday, 29th August 2026
વિનોદનગરમાં નરેશભાઇ વાઘેલાને પાડોશીએ ધોકા-પાઇપથી માર માર્યો
પોતે નાના ભાઇ સાથે બોલાચાલી કરતો હોઇ પાડોશીએ દેકારો કરવાની ના પાડી હુમલો કર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૯: નવા થોરાળા મેઇન રોડ પર વિનોદનગર-૧માં રહેતાં નરેશભાઇ ઉકાભાઇ વાઘેલા (ઉ.વ.૩૦) નામના યુવાનને ઘર પાસે જ રહેતાં રાજુભાઇ આલાભાઇ વધેરા અને રોહિત રાજુભાઇ સહિતે ધોકા-પાઇપથી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.
નરેશભાઇ આરએમસી વોર્ડ નંબર ૧૫માં સફાઇ કામદાર તરીકે કોન્ટ્રાક્ટ રાખી કામ કરે છે. તે છ બહેન અને બે ભાઇમાં નાના છે. સંતાનમાં બે પુત્ર છે. તેણે જણાવ્યું હતું કે પોતાને નાના ભાઇ સાથે ચડભડ થતી હતી ત્યારે પાડોશી રાજુભાઇ સહિતે આવી દેકારો કરવાની ના પાડી ઝઘડો કરી ધોકા-પાઇપથી હુમલો કર્યો હતો. એએસઆઇ ઘેલુભાઇ શીયારે નિવેદન-ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.
(12:36 PM IST)










