તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Saturday, 29th August 2026
રાજકોટ એસટી ડિવીઝન દ્વારા નવી પાંચ એ.સી. લકઝરી બસ શરૂઃ દાહોદ-મોરબી આવરી લેવાયા
સાંજે ૪ વાગ્યે ફલેગ ઓફઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે રાત્રી સેવાનો પ્રારંભ

રાજકોટ, તા.૨૯: રાજકોટ એસટી દ્વારા નવા રૂટ શરૂ કરાયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને દાહોદ માટે રાત્રિ સેવા શરૂ થઇ છે.
રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા જાહેર મુસાફરોની માંગને ધ્યાનમાં લઈ પાંચ નવી એ.સી. સીટર લક્ઝરી બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટ એસટી વોલ્વો ડેપો મેનેજર જણાવ્યા મુજબ નવી બસ સેવાઓથી મુસાફરોને વધુ સુગમ, ઝડપી અને સમયસર મુસાફરીનો લાભ મળશે. નવી સેવાઓનું ફ્લેગ ઓફ કાર્યક્રમ રાજકોટના ઢેબર રોડ સ્થિત એસ.ટી. બસ પોર્ટ ખાતે બપોરે ૪ વાગ્યે યોજાશે. કાર્યક્રમમાં રાજકોટ શહેરના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા ઉપસ્થિત રહેશે. નવી સેવાઓમાં રાજકોટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે નડિયાદ, આણંદ, બરોડા અને ડભોઈ થઈને રાત્રે ૯.૩૦ વાગ્યે બસ ઉપડશે અને સવારે ૬ વાગ્યે પહોંચશે. તેનું ભાડું રૂા.૭૪૭ રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી રાજકોટ માટે બપોરે ૪ વાગ્યે બસ ઉપડી રાત્રે ૧૨.૪૫ વાગ્યે પહોંચશે. રાજકોટ-દાહોદ સેવા નડિયારદ, આણંદ, ડાકોર અને ગોધરા થઇને રાત્રે ૮ વાગ્યે ઉપડી સવારે ૫ વાગ્યે દાહોદ પહોંચશે. જયારે ભાડુ રૂા. ૭૮૪ રહેશે. રાજકોટ, મોરબી, વચ્ચે પણ સવારે ૬ વાગ્યે નવી સેવા શરૂ થશે. આ બસ ટંકારા થઇને સવારે ૭.૩૦ વાગ્યે મોરબી પહોંચશે. મોરબીથી જામનગર તથા પરત મોરબી અને રાજકોટ માટે પણ નવી કનેકિટીવીટી ઉપલબ્ધ બનશે.
(2:25 PM IST)










