News of Monday, 31st August 2026
રામપાર્ક આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર નિયત ૧૨ ગુણવત્તાસભર સેવાઓ માટે ૯૬.૦૫ ટકા મેળવ્યા

રાજકોટ, તા.૩૧: રામપાર્ક શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને NQAS પ્રમાણપત્ર આપવામાં આવ્યું. ભારત સરકાર દ્વારા રાજકોટ શહેરના રામપાર્ક શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નિયત ૧૨ ગુણવત્તાસભર સેવાઓ માટે ૯૬.૦૫ ટકા સાથે રાષ્ટ્રીય કક્ષાના NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર આપવામાં આવેલ છે.
શહેરના વોર્ડ નંબર - ૬ ના રામપાર્ક આરોગ્ય કેન્દ્ર ખાતે તા.૧૧ અને ૧૨ માર્ચનાં રોજ કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી ટીમ ડૉ.પ્રલહાદ ગુંજલ અને ડૉ.દેવેન્દ્ર શર્મા દ્વારા આપવામાં આવતી સેવાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
આ ચકાસણી અનુસંધાને રામપાર્ક શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય કક્ષાના NQAS પ્રમાણપત્ર પ્રાપ્ત થયેલ છે. આ સિદ્ધિ આરોગ્યના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન તથા મેડિકલ ઓફિસર ડો.તેજલ બોરીચા અને રામપાર્ક શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ કર્મચારીઓની મહેનતનું પરિણામ છે.
(2:30 PM IST)










