News of Monday, 31st August 2026
ડો. તોગડિયા રાજકોટમાં: ધર્મસભામાં હિન્દુ ઘર સુખી ઘરનો સંદેશ

રાજકોટઃ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની રાષ્ટ્રીય છાત્ર પરિષદ ના સંસ્થાપક અધ્યક્ષ જાણીતા કેન્સર સર્જન ડો. પ્રવીણભાઈ તોગડીયા જી નો સૌરાષ્ટ્ર પ્રાંતના ૧૨ જિલ્લા અને ૭૨ થી વધારે તાલુકાઓમાં પ્રવાસ યોજાઇ રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લા ના જસદણ ગોંડલ જેતપુર ધોરાજી ઉપલેટા જામકંડોરણા રાજકોટ ગઈકાલે રાત્રે શ્રી બાલાજી મંદિર કરણસિંહજી રોડ રાત્રે રાજકોટ શહેરમાં ચાલતા હનુમાન ચાલીસા કેન્દ્રના કાર્યકર્તાઓ સાથે તેમની બેઠક યોજાઈ ગઈ જેમાં સંતો તેમજ બાલાજી મંદિરના પૂજ્ય શ્રી વિવેક સ્વામીના આર્શીવાદ મળ્યા હતા. ડો. પ્રવીણભાઈ તોગડીયા મારુ ઘર હિન્દુ ઘર હિન્દુ ઘર સુખી ઘરના પાંચ સુત્રી સંદેશ સાથે આગામી હનુમાન ચાલીસા કેન્દ્ર વધારવા જનમાષ્ટમી રાધાકળષ્ણ ડ્રેસ બધા નવરાત્રી કન્યા પૂજન શષા પૂજન એક મુઠ્ઠી અનાજ હિન્દુ હેલ્પલાઇન ઇન્ડિયા હેલ્થ લાઈન રોગમુક્ત જીવનશૈલી બહેનોને સુરક્ષા ટ્રેનીંગ સંગઠનાત્મક વિષય સાથે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં રાષ્ટ્રીય કિસાન પરિષદ ના ગુજરાત પ્રદેશના પ્રભારી નિર્મળસિંહ ખુમાણ સૌરાષ્ટ્ર પ્રાંત ના સંગઠન મહામંત્રી તેમજ સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી જયંતીભાઈ પટેલ રાજકોટ જિલ્લાના કાર્યકારી અધ્યક્ષ રસિકભાઈ સોલંકી રાષ્ટ્રીય બજરંગ દળના જીલ્લા અધ્યક્ષ શ્રી નાગરાજભાઇ વાળા રાજકોટ મહાનગરના મહામંત્રી શૈલેન્દ્રભાઈ ટાંક હેમાબેન નાયડુ, ભારતીબેન સંઘવી, આશાબેન ભટ્ટી, હંસાબેન વાળા, સાવિત્રીબેન યાદવ વગેરે જોડાયા હતા
(4:12 PM IST)










