<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

ચોટીલા પાસે ૪.૭૦ લાખનો અફીણનો જથ્‍થો પકડાયો

સીઆઇડી એન્‍ટીનાર્કોટીસ ટાસ્‍કફોર્સ રાજકોટ ઝોનની ટીમે થાનગઢના રાજુ પરમારને ઝડપી લીધોઃ ૪.૯૦ લાખનો મુદામાલ કબ્‍જે

તસ્‍વીરમાં પકડાયેલા શખ્‍સ (નીચે બેઠેલા)સાથે એન્‍ટીનાર્કોટીકસ ટાસ્‍ક ફોર્સનો સ્‍ટાફ નજરે પડે છે.

રાજકોટ, તા૨૪: ચોટીલા પાસે રાજકોટ સીઆઇડી એન્‍ટીનાર્કોટીકસ ટાસ્‍કર્ફોસની ટીમે ૪.૭૦ લાખના અફીણના જથ્‍થા સાથે થાનગઢના શખ્‍સને ઝડપી લીધો હતો.

પોલીસ અધિક્ષક લોકેશ યાદવની સુચના અને માર્ગદર્શન હેઠળ એન. ડી. પી. એસ. એકટ હેઠળ કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્‍વયે પોલીસ ઇ. આર. જી. બારોટ માર્ગદર્શન હેઠળ ANTF રાજકોટ  ઝોનના અ. હે. કો. આલાભાઇ સવસીભાઇની બાતમી હકિકત સુરેન્‍દ્રનગરના ચોટીલા તાલુકાના ચોટીલાથી થાન જવાના રોડ ઉપર નાવા ગામની સીમ પાસે ખીજડાવાળા મામાદેવના મંદિર પાસે આરોપી રાજુભાઇ ધુળાભાઇ પરમાર, ઉ.૪પ ધંધો કારખાનામાં મજૂરી રહે. હોલમાતાના મંદિર પાસે, સણવાઇ પરા, થાનગઢ, જી. સુરેન્‍દ્રનગરને માદક પદાર્થ અફીણ ૯૪૦ કિલો ગ્રામ કિ. રૂા. ૪,૭૦,૦૦૦ મોબાઇલ ફોન નંગર, રૂા. પ,પ૦૦ તથા હોન્‍ડા સ્‍પ્‍લેન્‍ડર મો. કિ. રૂા. ૧પ,૦૦૦ મળી કુલ કિ. રૂા. ૪,૯૦,પ૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી આરોપી વિરૂધ્‍ધ  NDPS Act 1985ની કલમ ૮(સી), ૧૮(સી), મુજબ ચોટીલા પોલીસ સ્‍ટેશન જી. સુરેન્‍દ્રનગર ખાતે ગુનો નોંધવામાં આવ્‍યો છે.

આ કાર્યવાહી પો. ઇ. આર. જી. બારોટ, પો. સ. ઇ. એમ. એચ. ચૌહાણ, પો. સ. ઇ. કે. એમ. મહેતા, અ. હે. કો. આલાભાઇ સવસીભાઇ, અ. હે. કો. ભૂમિકાબેન ધર્મેન્‍દ્રસિંહ તથા ડ્રા. પો. કો. અનિલગીરી દયાલગીરી સહિતનાએ કરી હતી.

(3:56 PM IST)