<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

ક્રાઇમ બ્રાંચે દૂકાનમાંથી લાલાને રૂા. ૪.૪૫ લાખના દારૂ સાથે પકડયોઃ બૂટલેગર ગૂગાની શોધખોળ

કુવાડવા રોડ રાજારામ ઇન્‍ડસ્‍ટ્રીયલ એરીયામાં સદ્દગુરૂ એસ્‍ટેટ ડેલામાં દરોડો : ભાડાની દુકાનમાં જથ્‍થો ઉતાર્યો હતોઃ પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવની રાહબરીમાં દરોડોઃ પરષોત્તમ ઉર્ફે ગુગો અગાઉ સાત ગુનાઓમાં સામેલ : મનિષભાઇ ચાવડા, રાજેશભાઇ ચાવડા અને કનકસિંહ સોલંકીની બાતમી

રાજકોટ તા. ૨૪: શહેર ક્રાઇમ બ્રાંચની ટીમે વધુ એક વખત લાખોનો દારૂ પકડી લીધો છે. કુવાડવા રોડ ઓડીના શો રૂમ સામે રાજારામ ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયામાં સદ્દગુરૂ એસ્‍ટેટ ડેલામાં દુકાન નંબર-૧૩માં દરોડો પાડી નવાામના એક શખ્‍સને રૂા. ૪,૪૫,૪૪૦ના વિદેશી દારૂ સાથે પકડી લીધો હતો. આ દારૂમાં નામચીન બૂટલેગરનું નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

જાણવા મળ્‍યા મુજબ ક્રાઇમ બ્રાંચની ટીમ દારૂ જૂગારની પ્રવૃતિ ડામવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે મનિષભાઇ ચાવડા, રાજશેભાઇ ચાવડા અને કનકસિંહ સોલંકીને બાતમી મળી હતી કે કુવાડવા રોડ ઓડીના શો રૂમ સામે રાજારામ ઇન્‍ડસ્‍ટ્રીયલ એરીયામાં સદ્દગુરૂ એસ્‍ટેટ ડેલામાં આવેલી દુકાન નં. ૧૩માં દારૂનો જથ્‍થો ઉતર્યો છે. આ બાતમી પરથી દરોડો પાડવામાં આવતાં દુકાનમાંથી રૂા. ૪,૪૫,૪૪૦નો અલગ અલગ બ્રાન્‍ડનો દારૂનો જથ્‍થો મળી આવ્‍યો હતો. જેમાં રોયલ ચેલેન્‍જ વ્‍હીસ્‍કીના રૂા. ૨,૩૦,૪૦૦ના ૭૨૦ ચપલા, સ્‍ટર્લિંગ રિઝર્વ વ્‍હીસ્‍કીના ૧,૦૦,૮૦૦ના ૧૮૦ એમએલના ૩૩૬ ચપલા અને ઓલ સીઝનના રૂા. ૧,૧૪,૨૪૦ના ૧૮૦ એમએલના ૩૩૬ ચપલા હતાં.

પોલીસે દારૂ તેમજ મોબાઇલ ફોન, જીજે૦૩એલપી-૫૧૧૪ નંબરનું ટુવ્‍હીલર પણ કબ્‍જે કર્યા હતાં. દુકાનમાં હાજર શખ્‍સની પુછતાછ થતાં પોતાનું નામ લાલજી ઉર્ફે લાલો જગદીશભાઇ ડાભી (ઉ.વ.૩૩-રહ.ે નકલંક સોસાયટી, ગરબી ચોક નવાગામ દિવેલીયા પરા સચ્‍ચા સોૈદા ઢબાની સામે) જણાવ્‍યું હતું. તેની ધરપકડ કરી પુછતાછ કરતાં આ દારૂ પરષોત્તમ ઉર્ફે ગુગો જાદવભાઇ કુમારખાણીયાએ ઉતાર્યાનું અને દુકાન ભાડેથી રાખ્‍યાનું કબુલતાં પરષોત્તમ ઉર્ફે ગુગાની શોધખોળ થઇ રહી છે.

અગાઉ લાલજી ઉર્ફે લાલો કુવાડવા પોલીસમાં બે ગુનામાં પકડાયો હતો. જ્‍યારે પરષોત્તમ ઉર્ફે ગુગા સામે થોરાળા, કુવાડવા, આજીડેમ, ડીસીબી પોલીસમાં દારૂ, મારામારી સહિતના ૭ કેસ નોંધાઇ ચુક્‍યા છે. તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલિક, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એ. એસ. ચાવડા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવની રાહબરીમાં હેડકોન્‍સ. કનકસિંહ સોલંકી, ગિરીરાજસિંહ જાડેજા, દિપકભાઇ ચોૈહાણ, સુભાષભાઇ ઘોઘારી, કોન્‍સ. મનિષભાઇ ચાવડા, રાજેશભાઇ ચાવડાએ આ કામગીરી કરી હતી.

 

(3:09 PM IST)