<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

લક્ષ્મીવાડીમાં ઘોડીપાસાનો જુગાર રમતા પાંચ ઝડપાયા

આઇડી વડે જુગાર રમતા વેપારી પણ ઝપટેઃ પીસીબીએ પકડયા : ભકિતનગર પોલીસના પીએસઆઇ એચ.એસ. ગોહીલ કોન્‍સ રવિભાઇ રત્‍નુ સહિતનો બાતમીના આધારે દરોડા

રાજકોટ, તા.૨૮: લક્ષ્મીવાડી શેરી નં. ૨/૧૬ના ખૂણે કવાટરમાં બાતમીના આધારે ભકિતનગર પોલીસે દરોડો પાડી ઘોડીપાસના જુગારરમતા પાંચને ઝડપી લઇ રૂા.૧૨,૫૦૦ ની રોકડ કબ્‍જે કરી હતી.

ભકિતનગર પોલીસના પીએસઆઇ એચ.એસ.ગોહીલ, કોન્‍સ. રવીભાઇ રત્‍નુ સહિતના સ્‍ટાફે બાતમીના આધારે લક્ષ્મીવાડી શેરી નં. ૨/૧૬ના ખૂણે કવાટરમાં રહેતા પીયુષ દાનાાભાઇ મગવાનીયા (ઉ.વ.૪૦)ના કવાટરમાં દરોડો પાડી ઘોડીપાસાનો જુગાર રમતા પીયુષ ઉપરાંત અજય મગનભાઇ રાઠોડ (ઉ.વ.૪૨ રહે. લક્ષ્મીવાડી કર્વાટર), સાહીદ ઇકબાલભાઇ પઠાણ (ઉ.વ.૩૦ રહે ગણેશનગર, કોઠારીયા રોડ)મયુર મનોજભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૪ રહે લક્ષ્મીવાડી કર્વાટર)અને સોહમ રોહિતભાઇ પરમાર (ઉ.વ. ૨૩ રહે શ્રધ્‍ધાપાર્ક, શ્‍યામ હોલ પાસે, કોઠારીયા રોડ)ને રૂા. ૧૨,૫૦૦ની રોકડ સાથે પકડી લીધા હતા.

ઓનલાઇન જુગાર રમતા મોહિત પકડાયો

પીસીબીના પીએસઆઇ પી.બી. ત્રાજીયા, એએસઆઇ હરદેવસિંહ રાઠોડ સહિતના સ્‍ટાફે મંગળા મેઇનરોડ પર મનહર પ્‍લોટ શેરી નં.૪માં રૂચી એપાર્ટમેન્‍ટ પાસે ફોનમાં આઇ.ડી. વડે ઓનલાઇન જુગાર રમતા મોહીત જયેશભાઇ ગણાત્રા (ઉ.વ. ૩૦ રહે મનહર સોસાયટી, પંચવટી એપાર્ટમેન્‍ટ)ને પકડી રૂા. ૮૦ હજારનો ફોન કબ્‍જે કર્યો હતો.

(2:58 PM IST)