News of Saturday, 20th June 2026
લોહાનગરમાં બીએસએનએલ ઓફીસ પાસે ઘોડીપાસાનો જુગાર રમતાં ૮ ઝડપાયા
એલસીબી ઝોન-૨ પીએસઆઈ એસ.વી.ચુડાસમા, એએસઆઇ હરપાલસિંહ જાડેજા, જે. વી. ગોહિલ અને ટીમનો દરોડોઃ ૧૧ હજારનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ તા. ૨૦: શહેરના લોહાનગર બીએસએનએલ ઓફીસ પાસે જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એલસીબી બ્રાંચ ઝોન-૨એ દરોડો પાડી જુગાર રમતા આઠને ઝડપી લઇ કુલ રૂ.૧૧,૭૨૦ નો મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
લોહાનગરમાં આવેલા બીએસએનએલ ઓફીસ પાસે ડીલક્ષ ખેડૂત દુકાન પાસે ઘોડીપાસાનો જુગાર રમાંતો હોવાની ક્રાઈમબ્રાંચ ઝોન ૨ને બાતમી મળતા પીએસાઈ એસ.વી ચુડાસમા અને તેની ટીમે સસ્યુક્ત રીતે બાતમીના આધારે દરોડો પાડી નયન સુરેશભાઈ પરમારક(રહે. ઉદ્યોગનગર કોલોની), અજય મનોજભાઈ સોલંકી (ઉદ્યોગનગર કોલોની), ફેઝલ આરીફભાઈ ગલેરીયા (રહે. કોઠારિયા રોડ, ખ્વાજા એપાર્ટમેન્ટ),મુસ્તાક બહાઉદ્દીનભાઇ પીપરવાડીયા (રહે. ઉદ્યોગનગર કોલોની), મેહુલ બીપીનભાઈ વાઘેલા (રહે. ઉદ્યોગનગર કોલોની), રવિ ભરતભાઈ કુકાવા (રહે. ઉદ્યોગનગર કોલીની), શાહરૂખ કાસમભાઈ જુણાચ (રહે. કોઠારિયા સોલવન્ટ), ચંદુ કરશનભાઈ મહીડા(રહે. આંબેડકર નગર, કાલાવડ રોડ)ને ઝડપી લઇ કુલ રૂ.૧૧,૭૨૦નો મુદામાલ કબજે કર્યો છે.
ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇની સુચના અંતર્ગત પીએસઆઇ એસ. વી. ચુડાસમા, એએસઆઇ હરપાલસિંહ જાડેજા, એએસઆઇ જયંતીભાઈ ગોહિલ, હેડકોન્સ. શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાઘીયા તથા કોન્સ. શીવભદ્રસિંહ ગોહિલની ટીમે આ કામગીરી કરી હતી.
(2:45 PM IST)










