News of Tuesday, 30th June 2026
વિરાણી અઘાટમાં ૨૬ વર્ષનો યુવાન સુતા બાદ જાગ્યો જ નહિ
મુળ યુપીના તપસીરામનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૩૦: વિરાણી અઘાટમાં ક્રિષ્ના મંડલ નામના કારખાના પાસે પ્રગતી સોસાયટી-૪માં રહેતાં તપસીરામ છેદનલાલ પાસવાન (ઉ.વ.૨૬) નમાના યુવાનનું બેભાન હાલતમાં મોત નિપજ્યું છે.
તપસીરામ રાતે સુતા બાદ સવારે કારખાને જવાનું હોઇ જગાડવા છતાં નહિ જાગતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો. મૃત્યુ પામનાર યુવાન મુળ યુપીનો વતની હતો. તે બે બહેન અને સાત ભાઇમાં બીજો હતો. તેને સંતાનમાં એક દિકરી છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ભક્તિનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
(3:45 PM IST)










