News of Monday, 28th September 2026
નવનિયુકત નોટરી વકીલોનો સન્માન સમારોહ યોજાયોઃ ૨૬૨ નોટરી વકીલોનું સન્માન કરાયું
રાજકોટ નોટરી એસો. દ્વારા ઐતિહાસીક કાર્યક્રમ યોજાયોઃ સાંસદ, ધારાસભ્યો, મેયર, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન સહિતના મહાનુભાવોની હાજરી નવનિયુકત નોટરી : વકીલોનું શિલ્ડ આપીને સન્માન કરાયું: મોટી સંખ્યામાં વકીલોની ઉપસ્થિતીઃ નોટરી વકીલોને ન્યાયાધીશો, અગ્રણી વકીલો, રાજકીય આગેવાનો દ્વારા અભિનંદન અપાયા

રાજકોટ, તા.૨૮: નોટરી એસો. દ્વારા નવનિયુકત નોટરી વકીલોનું તાજેતરમાં સન્માન કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત તસ્વીરોમાં સાંસદ, ધારાસભ્ય મેયર સહિતના પદાભિકારી દ્વારા નોટરી વકીલોનું સિલ્ડ આપીને સન્માન કરાયું હતું. તમામ નવનિયુકત નોટરી વકીલોનું સિલ્ડ આપી સન્માન અધિવાદન કરતા પદાધિકારીઓ તેમજ અગ્રણી વકીલો તસ્વીરમાં દર્શાય છે. નીચેના ફોટામાં ઉપસ્થિત વકીલો મોટી સંખ્યામાં દર્શાય છે.
રાજકોટ નોટરી સેશન્સ પ્રમુખ પ્રકાશસિંહ ગોહિલ, સેક્રેટરી દિલીપભાઈ મહેતા, ઉપપ્રમુખ યોગેશ ઉદાણી તથા તેમની ટીમ દ્વારા ગુજરાતમાં પ્રથમવાર ૨૬૨ નવ નિયુક્ત નોટરીઓનો શિલ્ડ આપી સન્માન સમારંભ સાંસદ પુરુષોત્તમ રૂપાલા, ધારાસભ્ય રમેશભાઈ ટીલારા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ તથા એડિશનલ સેશન્સ જજ શ્રી પઠાણ, શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન લાભુભાઈ ખીમાણીયા, મેયર શ્રી નેહલભાઈ શુક્લા, ડે. મેયર દક્ષાબેન વસાણી, સ્ટે. ચેરમેન શ્રી પીપરીયા સહિતના મહાનુભવોની હાજરીમાં યોજાઈ ગયેલ હતો.
સમગ્ર કાર્યક્રમમાં ગુજરાત બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન દિલીપ પટેલના માર્ગદર્શન હેઠળ બાર કાઉન્સિલના નવનિયુક્ત કો. મેમ્બર બીનલબેન રવેશિયા ખેરૂનબેન ભુવડ તથા મોરબીના દિલીપ અગેચણીયાનુ પણ શિલ્ડ આપી ધારાસભ્યો સાંસદના હસ્તે વિશિષ્ટ સન્માન કરેલ હતું. જોઈન્ટ સેક્રેટરી જીતેન્દ્રગીરી ગોસ્વામી, દિનેશ પમલાણી, હાર્દિક વેકરીયા, અજય પીપરીયા સગઠન મંત્રી અશોક ત્રાબડીયા, હેમાંગ જાની દ્વારા તમામ નવનિયુક્ત નોટરીને ધારાસભ્યો, સાંસદ, મેયર, ડે. મેયર, સ્ટે. ચેરમેન સહિતના હસ્તે શિલ્ડ મળેલ તેની કાળજી રખાયેલ હતી.
૫૫૦ નવા અને જુના નોટરીઓથી ખીચોખિચ ભરાયેલ હોલમાં તમામ નોટરીઓએ નવ નિયુક્ત નોટરીઓને વધાવેલ હતા. આ કાર્યક્રમ કદાચ ગુજરાતમાં પ્રથમવાર રાજકોટ શહેર નોટરી એસોસિએશન દ્વારા બાર એસોસિએશનના જાગળત પ્રમુખ સુમિત વોરાએ સતત માર્ગદર્શન આપેલ હતું સંગઠન મંત્રી આર.ડી. ગોહિલ, પરાગ શાહ, હાર્દીક વેકરીયા, રાજેશ પુરવૈરાગી, રજનીશ ગજેરા, રમેશ ભંડેરી, સહિતને તમામ નોટરીઓને એકજુટ કરવામાં ખૂબ જ મહેનત કરેલ હતી. તમામ વક્તાઓએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વકીલોની તથા નોટરી એસોસિએશનની માંગણીને લક્ષ્ય લઈ અને સરકારમાં રજૂઆત કરી વધુમાં વધુ સંખ્યામાં નોટરીઓ ની જગ્યા મંજુર કરાવેલ હતી અને બંને સરકારો દ્વારા રાજકોટમાં ૨૬૨ જેટલા નોટરીઓની નિમણૂક કરવામાં મદદ કરેલી હતી.
આ કાર્યક્રમમાં રાજકોટના સેશન્સ જજ, સાંસદ સભ્યો, પુરુષોત્તમ રૂપાલા, મેયર નેહલભાઈ શુક્લા, ધારાસભ્ય રમેશભાઈ ટીલારા, દર્શિતાબેન શાહ, ચેરમેન તથા લાભુભાઈ ખીમાણીયા પોતાના અનેક કાર્યક્રમો ટૂંકાવી અને આ ઐતિહાસિક ક્ષણના ભાગીદાર બનેલ અને ૨૬૨ નવ નિયુક્ત નોટરીઓને સીલ્ડ આપી અને અભિનંદન પાઠવેલ હતા.
આ કાર્યક્રમમાં મીડિયા ઇન્ચાર્જ સમીર રાણીંગા, એન. ડી. જેઠવા,કિશન વાલવા, ધર્મેન્દ્ર ઝરીયા, વિજય દવે સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનોએ કાર્યક્રમને ચાર ચાંદ લગાવેલ હતા. આ કાર્યક્રમની રૂપરેખા તથા માર્ગદર્શન દિલીપ પટેલ, સુમિત વોરાએ આપેલ હતું. નોટરી બારના પ્રમુખ પ્રકાશસિંહ ગોહિલે કાર્યક્રમને પ્રસંગની અનુરૂપ શરૂઆત કરેલી અને અંતમાં સેક્રેટરી દિલીપ મહેતાએ આભાર વિધિ કરેલી.
(2:51 PM IST)










