News of Thursday, 23rd April 2026
વોર્ડ નં.૩માં ભાજપને વરેલા રઘુવંશી આગેવાનો દ્વારા સ્નેહમિલન યોજાયું: નરેન્દ્ર સિંહ જાડેજાની પેનલને વિજયી બનાવવા હાકલ

રાજકોટઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે રાજકોટના વોર્ડ નંબર ૩માં રાજકીય ચહલપહલ વચ્ચે ભાજપના રઘુવંશી અગ્રણીઓ દ્વારા ભાટિયા ર્બોડિંગ ખાતે યોજાયેલા ભવ્ય સ્નેહમિલન સમારોહમાં સમાજના હજારો લોકો સહ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા અને વોર્ડ નં.૩ના નરેન્દ્રસિંહ જાડેજા, અજય મજેઠીયા, અલ્પાબેન દવે અને હિનાબેન બેલાણી સહિતના ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે કાર્યક્રમનો મુખ્ય હેતુ રઘુવંશી સમાજમાં એકતા અને સંગઠનને વધુ મજબૂત બનાવવાનો છે. રાજકીય માહોલ વચ્ચે સમાજનું આ રીતે એકત્ર થવું વોર્ડ નંબર ૩માં ભાજપની સ્થિતિને વધુ મજબૂત બનાવે તેવું માનવામાં આવી રહ્યું છે.
કાર્યક્રમમાં રઘુવંશી સમાજના અનેક ઉદ્યોગપતિઓ અને આગેવાનો અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમાં જીતુભાઈ ચંદારાણા, હરિશભાઈ લાખાણી, હિતેશભાઈ બગડાઈ, શૈલેષભાઈ પાબારી, મનીષભાઈ રાડીયા અને કાશ્મીરાબેન નથવાણી સહિતના અગ્રણીઓનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત ડો. દિપભાઈ રાજાણી, રાકેશભાઈ પોપટ સહિતના અનેક સામાજિક અને વ્યાપારિક આગેવાનો હાજર રહ્યા હતા. સ્નેહમિલનને સફળ બનાવવા માટે જનકભાઈ કોટક, પ્રતાપભાઈ કોટક, અનિલભાઈ પાબારી, હર્ષદભાઈ કોટક અને પંકજભાઈ રાડીયા સહિતના નિમંત્રક મંડળે ખાસ જહેમત ઉઠાવી હતી.
(3:37 PM IST)










