<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

વાંકાનેર ચોકડીએ ગેરકાયદે હથીયારોની ડિલીવરી માટે આવેલી ટોળકી ૧૬ હથીયારો સાથે ઝડપાઇ

મધ્‍યપ્રદેશના શકીલ મન્‍સુરી સહિત પાંચ સકંજામાં: ૧૦ પિસ્‍તોલ, ૦૫ તમંચા, ૦૧ દેશી બનાવટની રિવોલ્‍વર, ૩૦ જીવતા કાર્ટીસ સહિત ૨.૩ લાખનો મુદ્દામાલ કબ્‍જેઃ શકીલ પાસેથી ડિલીવરી લેનાર જસદણ, ચોટીલાના ચાર શખ્‍સને પણ પકડી લેવાયાઃ પીસીબીને સફળતા : પીઆઇ એમ. આર. ગોîડલીયા, પીએઅસાઇ આર. કે. જાડેજા, પી. બી. ત્રાજીયા અને ટીમની કામગીરીઃ કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, કોન્સ. યુવરાજસિંહ રાણાની બાતમી

 

રાજકોટ તા. ૧૩: આગામી અષાઢી બીજના તહેવાર અને રથયાત્રા સંદર્ભે કોઇ અનઇચ્‍છનીય ઘટના ન ઘટે તે માટે પેટ્રોલીંગમાં રહેલી પ્રિવેન્‍સશન ઓફ ક્રાઇમ બ્રાંચ (પીસીબી)ને મળેલી બાતમીને આધારે વાંકાનેર ચોકડી નજીક હથીયારોની ડિલીવરી કરવા આવેલા મધ્‍યપ્રદેશના શકીલ સાદીક મન્‍સુરી (ઉ.વ.૩૮-રહે. મિરઝાપુર તા. જી. ધાર)ને ઝડપી લઇ૧૬ પિસ્‍તોલ, તમંચા, રિવોલ્‍વર તેમજ જીવતા કાર્ટીસ ઝડપી લેવાયા હતાં. આ શખ્‍સ પાસેથી હથીયારો મંગાવનાર જસદણ, ચોટીલાના ચાર શખ્‍સોને પણ પીસીબીએ ઝડપી લઇ વિશેષ તપાસ હાથ ધરી છે.

જાણવા મળ્‍યા મુજબ પીસીબી પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ આર. કે. જાડેજા અને પીએસઆઇ પી. બી. ત્રાજીયાની ટુકડીના હેડકોન્‍સ. કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા અને કોન્‍સ. યુવરાજસિંહ રાણાને મધ્‍યપ્રદેશનો શખ્‍સ ગેરકાયદે હથીયારોની ડિલીવરી કરવા આવતો હોવાની બાતમી મળી હતી. આ સંદર્ભે વાંકાનેર ચોકડી નજીક વોચ ગોઠવી બાતમી મુજબના શખ્‍સને સકંજામાં લઇ લીધો હતો.

પોલીસે તેની તલાશી લેતાં તેની પાસેથી દેશી બનાવટના પાંચ હથીયાર અને ૨૦ કાર્ટીસ મળી આવ્‍યા હતાં. પુછતાછમાં પોતાનું નામ શકીલ મન્‍સુરી જણાવ્‍યું હતું. તેની પુછતાછમાં અન્‍ય ૧૧ જેટલા હથીયારો અગાઉ જયસુખ ઉર્ફે જેસો વલ્લભ વાઘેલા  (ઉ.વ.૩૫-રહે. બોઘરાવદર તા. જસદણ),  ગાવસ્‍કર ઉર્ફે દર્શન ચંદ્રમોૈલિકભાઇ (અનીલભાઇ) રોજાસરા (ઉ.વ.૩૨-રહે. ચોટીલા, રૂદ્રભુમિ શેરી નં. ૧, મકાન નં. ૩), અનિલ વિરાભાઇ ખેતરીયા (ઉ.વ.૩૦-રહે. વૃંદાવન સોસાયટી, સપના હોટેલ પાછળ, ચોટીલા) અને પ્રદિપ અનકભાઇ કરપડા (ઉ.વ.૩૨-રહે. ગેલેક્‍સી સોસાયટી, ચોટીલા, મુળ ગામ ચાંદરેલીયા થાન)ને આપ્‍યા હોવાનું કબુલતાં આ તમામને તબક્કાવાર ઝડપી લઇ દેશી પિસ્‍તોલ ૧૦, દેશી તમંચા ૦૫, દેશી રિવોલ્‍વર-૦૧, જીવતા કાર્ટીસ-૩૦ અને ચાર મોબાઇલ સહિત રૂા. ૨,૦૩,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

આરોપી જયસુખ સામે જસદણમાં આર્મ્‍સ એક્‍ટ, રાજકોટ ડીસીબીમાં દારૂ-આર્મ્‍સ એક્‍ટ, ઉમરાળા પોલીસ સ્‍ટેશનમાં દારૂ, બોટાદમાં હત્‍યાનો પ્રયાસ, ચોટીલામાં મારામારી, બોટાદમાં અકસ્‍માત, રાજકોટ આજીડેમ પોલીસમાં હત્‍યાની કોશિષ સહિતના ૯ ગુના અગાઉ નોંધાઇ ચુક્‍યા છે. આ ઉપરાંત આરોપી ગાવસ્‍કર ઉર્ફે દર્શન સામે પણ આર્મ્‍સ એક્‍ટના બે ગુના શાપર વેરાવળ અને રાજકોટ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાઇ ચુક્‍યા છે. જ્‍યારે આરોપી પ્રદિપ કરપડા સામે ચોટીલામાં દારૂ, જસદણમાં આર્મ્‍સ એક્‍ટનો ગુનો નોંધાયો હતો.

દર્શન પાસેથી દેશી બનાવટના પાંચ હથીયાર, દસ કાર્ટીસ અને પ્રદિપ પાસેથી દેશી બનાવટના ત્રણ હથીયાર કબ્‍જે કરાયા હતાં. આમ ગેરકાયદે હથીયારનું ખરીદ-વેંચાણ કરતી સિન્‍ડીકેટના શખ્‍સોને કુલ ૧૬ હથીયારો, કાર્ટીસ સાથે ઝડપી લેવાયા છે.

પોલીસ કમિશનર બ્રજશેકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલિકની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, આર. કે. જાડેજા તેમજ એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્‍યામસિંહ ચોૈહાણ, હેડકોન્‍સ. કિરતસિંહ ઝાલા, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગોસ્‍વામી, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, પ્રદિપસિંહ સરવૈયા, કોન્‍સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કલોતરા, વાલજીભાઇ જાડા,  હિરેન્‍દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે અને ડ્રા. હેડોન્‍સ. જયેશભાઇ ગઢવીએ આ કામગીરી કરી હતી. (૧૪

(3:13 PM IST)