News of Wednesday, 4th November 2026
શ્યામલાલજી હવેલીમાં દિવાળી નૂતનવર્ષે વિશેષ દર્શનની ઝાંખી

રાજકોટ, તા. ૪ : સૌરાષ્ટ્રની અતિ પ્રાચીન શ્યામલાલજીની હવેલી રાજકોટ ખાતે રમા એકાદશી વ્રત, આસો વદ ૧૧ (દ્વિતિય), તા. ૦૫/૧૧/૨૬ ગુરૂવારે છે. સાંજે શ્રીના બંગલાના દર્શન ૬:૩૦ થી ૮ સુધી અને આસો વદ ૧૨ (દ્વિતિય) તા. ૦૬/૧૧/૨૬ શુક્રવારે છે. સાંજે શ્રીના બંગલાના દર્શન ૬:૩૦ થી ૮ સુધી તેમજ ધનતેરસે તા. ૦૭/૧૧/૨૬, શનિવારે મંગલા સવારે ૮ થી ૯ વાગ્યા સુધી, સાંજે શ્રીના બંગલાના દર્શન ૬:૩૦ થી ૮ સુધી, અન્ય દર્શન નિત્યક્રમ પ્રમાણે રૂપ ચતુર્દશી તથા દીપાવલી ઉત્સવ, આસો વદ ૧૪, તા. ૦૮/૧૧/૨૬, રવિવારે ઉજવાશે. મંગલા સવારે ૮ થી ૯ વાગ્યા સુધી. સાંજે દીપમાલિકા - હટરીની ઝાંખી રાત્રે ૭:૩૦ વાગ્યે રાખેલ છે. અન્ય દર્શન નિત્ય ક્રમ પ્રમાણે રહેશે. નૂતન વર્ષ પ્રારંભ કાર્તિક સુદ એકમ, તા. ૧૦/૧૧/૨૬, મંગળવારે અને ભાઈબીજ - યમ દ્વિતિયા કાર્તિક સુદ ૨, તા. ૧૧/૧૧/૨૬, બુધવારે રાજભોગમાં બપોરે ૧૨ વાગે યમુનાજી બટાશે.
રાજકોટ સ્થિત સૌરાષ્ટ્રની અતિપ્રાચીન હવેલીમાં લાડલે લાલ શ્રી શ્યામલાલજી પ્રભુને આગામી તા. ૧૪/૧૧/૨૦૨૬ શનિવારે લાભ પાંચમના શુભદિવસે પ્રભુ અન્નકોટ આરોગવા પધારશે. સવારે ૧૦ વાગે ગોવર્ધન પૂજા ની ઝાંખી તેમજ અન્નકૂટ મહોત્સવના દર્શનની ઝાંખીનો સમય બપોરે ૪ વાગ્યેથી છે. સખડીનો પ્રસાદ ૭:૧૦ વાગે બટાશે તો સમગ્ર વૈષ્ણવ સળષ્ટિને શ્રીશ્યામલાલજી પ્રભુના અન્નકૂટ મહોત્સવના દર્શનનું ભાવભર્યું આમંત્રણ શ્રી મુખ્યાજી જયેશભાઈ હરિભાઈ આપેલ છે. સ્થળ : શ્રી શ્યામલાલજીની હવેલી (જૂની સદરની હવેલી), પંચનાથ મંદિર મેઇન રોડ, જય સીયારામ પેંડાવાળાની સામે, રાજકોટ. (ફોન : ૮૫૧૧૭૬૩૭૬૩ ૮૫૧૧૭૬૩૭૬૩)
(3:53 PM IST)










