તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
રાજકોટના લીમડા ચોકમાં વર્ષો જૂનું વિરાટ વૃક્ષ ધરાશાયીઃ વહેલી સવારે ઘટના
સદનસીબે જાનહાનિ ટળીઃ ઝાડ સાથે ચેતવણીનું બોર્ડ પણ વળી ગયું: જાણ થતાં જ મનપાના ફાયર બ્રિગેડે તાત્કાલિક સ્થળ પર પહોંચી વળક્ષ હટાવવાની કામગીરી હાથ ધરી

રાજકોટ : શહેરમાં ગઈકાલે પડેલા વરસાદ સાથે ભારે પવનની અસર આજે સવારે પણ જોવા મળી હતી. લીમડા ચોક વિસ્તારમાં વર્ષો જૂનું વિશાળ વળક્ષ અચાનક ધરાશાયી થતાં થોડા સમય માટે માર્ગ અવરોધાયો હતો. વળક્ષ પડી જતાં તેની આગળ લગાવેલું ચેતવણીનું બોર્ડ પણ વળી ગયું હતું.સદનસીબે આ ઘટના સમયે ત્યાંથી કોઈ રાહદારી કે વાહન પસાર ન થતાં કોઈ જાનહાનિ કે ઈજા થવા પામી નહોતી. ઘટનાની જાણ રાજકોટ મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડને થતાં જ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ વળક્ષની ડાળીઓ અને થડને કાપી માર્ગ પરથી હટાવવાની કામગીરી હાથ ધરી હતી, જેના પગલે વાહનવ્યવહાર ફરી સામાન્ય બન્યો. ભારે વરસાદને કારણે નબળા પડેલા વળક્ષો અંગે તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. તસ્વીરમાં વળક્ષ જમીનદોસ્ત થયેલ નજરે પડે છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:29 PM IST)










