News of Saturday, 2nd May 2026
રાજકોટ મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીને મોટો રાજકીય ઝટકો: વિજેતા કોર્પોરેટર ચંદુભાઈ જાદવે AAP છોડી ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો, પક્ષપલટાથી રાજકારણ ગરમાયું
રાજકોટના સ્થાનિક રાજકારણમાં મોટી ઉથલપાથલ: AAPની ટિકિટ પર ચૂંટાયેલા કોર્પોરેટર ચંદુભાઈ જાદવ વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ભાજપમાં જોડાયા; મહાનગરપાલિકાના સંખ્યાબળ અને સમીકરણો પર સીધી અસર પડવાની શક્યતા

રાજકોટ તા.૨ : રાજકોટ મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીને મોટો રાજકીય ફટકો પડ્યો છે. AAPના વિજેતા ઉમેદવાર અને કોર્પોરેટર ચંદુભાઈ જાદવે આજે ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ધારણ કરી લીધો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ચંદુભાઈ જાદવ ભાજપના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. તેમના ભાજપ પ્રવેશથી રાજકોટના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. AAPની ટિકિટ પર જીત મેળવનાર કોર્પોરેટરના પક્ષપલટાથી મહાનગરપાલિકાના સમીકરણો પણ બદલાય તેવી શક્યતા છે.
ચંદુભાઈ જાદવના ભાજપમાં જોડાવાને લઈ રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. AAP માટે આ મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે, જ્યારે ભાજપ માટે સંખ્યાબળની દૃષ્ટિએ ફાયદો થયો છે. આગામી દિવસોમાં સ્થાનિક રાજકારણ પર તેની શું અસર પડે છે તે જોવું રહ્યું.
(3:34 PM IST)










