<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

મૂલ્યોનો માનવી

આધુનિક રાજકોટના શિલ્પી શ્રી અરવિંદભાઈ મણીયાર ની પુણ્યતિથિ નિમિત્તે સ્મરણાંજલિ હદયાજલી

રાજકોટ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આજે જ્યારે સો વર્ષ પૂર્ણ થયા છે દેશભરમાં શતાબ્દી વર્ષ ઉજવાય રહ્યું છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવકસંઘના સ્થાપક ડો્ કેશવરાવ બલીરામ હેડગેવાર નું એક વિચાર "વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ"આ વિચારને ખરેખર જીવનમાં સાર્થક કરનાર એટલે આધુનિક રાજકોટના શિલ્પી અરવિંદભાઈ મણિયાર
રાજકોટના પ્રખ્યાત જૈન પરિવાર રતિલાલ અભેચંદ મણીયાર પોતાના પિતા શ્રી અભેચંદભાઈ ના એડવોકેટને વ્યવસાયમાં રહી વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ એજન્સીમાં વકીલાત શરૂ કરી હતી અને સમગ્ર સૌરાષ્ટ્રમાં જવાનું થતું, રાજા રજવાડાઓ અને કાવા દાવા અને એ બધાથી કડાયા વગર કોઈપણ પક્ષને અન્યાય ન થાય તેવી ચીવટ રાખી વકીલાત તટસ્થ જાળવી સુંદર કામગીરી કરી હતી, પોતે "સ્ટેટ ક્વોલીફાઈડ વકીલ" હતા અને સંયુક્ત કુટુંબમાં સાથે રહી એકતા જાળવી રાખી હતી રતિભાઈ વિક્ટોરિયા ગાડી રાખતા, રતિભાઈ ની ઉજવળ કારકિર્દી રહી હતી પોતે સારા સ્પોર્ટમેન પણ હતા તેમના ધર્મપત્તિ સુરજબેન પણ એક ધર્મનિષ્ઠ હતા સમગ્ર પરિવારના ઘડતર માટે સમર્પણ ભાવનાથી રહ્યા હતા તેઓને સાત પુત્રો ચંપકભાઈ ,રસિકભાઈ, મનહરલાલ, બિહારી ભાઈ, જયવંતભાઈ અરવિંદભાઈ, અને પ્રવીણભાઈ
શ્રી અરવિંદભાઈ નો નાનપણથી જ સંયુક્ત કુટુંબમાં ઉછેર
અરવિંદભાઈ મણિયાર નો જન્મ તા.૫-૧૦-૩૩ રોજ  થયો હતો.
બાલ્યકાળથી સંયુક્ત કુટુંબમાં ઉછેર થવાથી અનહદ પ્રેમ પ્રાપ્ત થયો હતો પ્રાથમિક શિક્ષણ સદરનીતાલુકા શાળા નંબર ૧૦ માં લીધેલ હતું. પાંચમું ધોરણ રામકૃષ્ણ આશ્રમ ની વિદ્યા સંસ્થાન અભ્યાસ કરેલો હતો આમ નાનપણથી જ વિવેકાનંદ ના વિચારોથી
ગુણો પ્રાપ્ત થયા હતા., માધ્યમિક શિક્ષણ રાજકોટની ચૌધરી હાઈસ્કૂલમાં મેળવેલ હતું અને રમતગમત ક્ષેત્રે પણ પોતાની આગવી સુજ રહી હતી અને અનેક સિદ્ધિઓ અને દ્રોફીઓ મેળવેલ હતી ૧૯૪૯ માં મેટ્રિકમાં સારા એવા ગુણાંક મેળવી પાસ થયા હતા.તેઓએ કોલેજ શિક્ષણમાં રાજકોટની ધર્મેન્દ્રસિંહ કોલેજમાં સાયન્સ ગ્રેજ્યુએટ થયા હતા. કાયદા વિદ્યા શાખા નો અભ્યાસ અમદાવાદ ખાતે કરી વારસાગત વ્યવસાયમાં જ રહીને એક પ્રકારની પરિવારની આંગવી પદ્ધતિ સ્વીકારીને આગળ વધ્યા. ઉચ્ચ અભ્યાસ માટે અમદાવાદની એલ.એ. શાહ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો અભ્યાસમાં તેજસ્વી વિદ્યાકીય કારકિર્દી બહુ જ સારી રહી હતી ચારિત્રશીલ અને નિર્ભિક પ્રકૃતિ અહીં પ્રકાશ પાડ્યો હતો. અમદાવાદના સ્થાનિક વિદ્યાર્થીઓ અને અસામાજિક પ્રવૃત્તિને સામે તાબે ન થતા અનેક પ્રશ્નો અરવિંદભાઈ નિર્ભયકતાથી સામનો કરેલ હતો અરવિંદભાઈ ના વારસાગત વ્યવસાયની પરંપરા અનુસાર તેઓ કરવેરા સલાહકાર બનવાનું નક્કી કર્યું હતું અને ૧૯૫૮માં  પ્રખ્યાત કાયદા શાસ્ત્રી ચુનીભાઇ જોબનપુત્રા સાથે થોડો સમય મુંબઈ રહ્યા હતા. બહુ જ થોડા સમયમાં અરવિંદભાઈ ટેક્સેશન ક્ષેત્રમાં નિપુણ થઈ ગયા હતા. અને ત્યાં જ નોકરીમાં જોડાવાનું ચાન્સ મળ્યો પરંતુ પિતાના આજ્ઞાંકિત પુત્ર અને વડીલ બંધુઓ એટલા જ અને એવા આજ્ઞાકિત જ હતા કે તેમને વાત માની તેઓએ નોકરી ન સ્વીકારતા અને સ્વતંત્ર વ્યવસાય જ કરેલ કરવેરા સલાહકાર વ્યવસાયમાં એક આગવી પ્રતિષ્ઠા ઉભી કરી ્
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પ્રવેશ
આવા ધનાઢય પરિવાર નો દીકરો,, સંસ્કાર સંપન્ન, અને સંયુક્ત કુટુંબ પરિવારમાં ઉછરેલો અને નાનપણથી જ આદર્શ ગુણોમાં મળ્યા હતા કોલેજ કાળ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખામાં પ્રવેશ મેળવી નિયમિત શાખામાં જઈ, ૧૯૫૩માં ડી,,ટી.સી કેમ્પમાં જઈ, અને સંઘનો આદર્શ વિચાર જીવનમાં ઉતારી લીધો હતો અને ૧૯૫૫ માં તેઓએ દ્વિતીય વર્ષ પણ કરી લીધેલ હતું. આમ કોલેજકાળ દરમિયાન એક દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના ની શરૂઆત કરેલ હતી , પાછળથી પોતાના આખા પરિવાર, તેમ જ રાજકોટના અનેક પરિવારોને પોતાની    વાણી અને આદર્શ વહેવાર દ્વારા સંઘમય બનાવ્યા ડો.હેડગેવાર સાહેબના વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ પોતે જીવનભર સાર્થક કરેલા હતા
લગ્ન પ્રસંગ
૧૯૫૯માં તેઓએ જામનગરના અગ્રણી, શ્રી માનસંગ મંગળજી મહેતાના પુત્ર શ્રી મનુભાઈ ની પુત્રી હંસિકાબેન સાથે  તા.૨૦-૧-૧૯૫૯ લગ્ન કરેલા છે. ‌ તેમના પુત્ર શ્રી કલ્પકભાઈ, હર્ષલભાઈ, મિહિરભાઈ છે. અભય નિવાસમાં કાયમ રહ્યા હતા.

પરિવાર ક્ષેત્રમાં સક્રિય
૧૯૬૧માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી ભારતીય
જનસંઘમાં જોડાઈ અને સક્રિય રહ્યા અને નાનામાં નાના કાર્યકર સાથે એક વાર મળે અને કાયમ નામ સહિત યાદ રાખતા અને બહુ જ સારો વ્યવહાર કરતા હતા. આમ કાર્યકર્તા માટે "નોંધારાનો આધાર "હતા.રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારોમાં સંપર્ક પ્રજાકીય પ્રશ્નો માટે વધુમાં વધુ સમય આપી યોગ્ય નિરાકરણ લાવતા હતા અને અરવિંદભાઈ ની આ કાર્ય પદ્ધતિ નિષ્ઠા અને દ્રષ્ટિપૂત આયોજન થી લોકો પ્રભાવિત થયા હતા, અને એક વિશેષતા એ રહી હતી કે કોઈપણ જવાબદારી આપવામાં આવે તો નિષ્ઠાપૂર્વક સુચેરી બજાવતા હતા
અને જનસંઘની વિચારસરણી બરોબર સમજી અને એક સારા વક્તા તરીકે પોતાની આગવી વિશેષતા ઉભી કરી હતી ૧૯૬૨-૬૩ માં ગુજરાત પ્રાંતના  ભારતીય જનસંઘના સંગઠનમાં  જવાબદારી ઉઠાવેલ હતી.૧૯૬૨માં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માં પ્રજા પરિષદ અને કોંગ્રેસ સામે હિંમતથી ચૂંટણી લડ્યા અને આ ચૂંટણીમાં થોડીક જ બેઠકો મળી. પરંતુ જનસંઘ નો દેખાવ બહુ જ સારો રહ્યો ત્યારબાદ પ્રજાકીય પ્રશ્નો, ને વાચા આપી લોકોમાં વિશ્વાસ બેઠો.
 ૧૯૬૯ ની રાજકોટ નગરપાલિકા ની પેટા ચૂંટણીમાં ભારતીય જનસંઘના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા.
રાજકોટમાં ભારતીય જનસંઘનો પાયો મજબૂત કરવા માટે  શહેરના તમામ વિસ્તારમાં વિકાસ વ્યવસ્થિત થવો જોઈએ તેઓ તેમનો આગ્રહ રહ્યો હતો, જુદા જુદા ભવ્ય કાર્યક્રમો આપી, જન સમુદાયને સ્પશૅતી સમસ્યાઓ જુદા જુદા છેવાડાના વિસ્તારમાં ડામર રોડ હોય, ભૂગર્ભ ગટર, ભાદરપાઇપલાઇન, પાણીના પ્રશ્નો સ્ટેડિયમ હોય વગેરે પ્રશ્નો માટે લોકલડત આપેલ હતી. સાયકલની ડબલ સવારી પદ્ધતિ બંધ અને લાઈટ અનિવાર્ય રાખવી આવા કાયદાઓ સામે મોટી લડત આપી પછી તેમજ ૧૯૬૫માં ભારતીય જનસંઘનો કચ્છનો સત્યાગ્રહ; ૧૯૭૪માં નવનિર્માણ આંદોલન;૧૯૭૩માં રાજકોટ ના પીવાના પાણી માટેનું આંદોલન વગેરે પ્રશ્નો માટે યોગ્ય નિરાકરણ લાવ્યા હતા.૧૯૭૪ માં નવનિર્માણ આંદોલન બાદ ૧૯૭૫માં ગુજરાતવિધાનસભાની ની ચૂંટણીમાં ભારતીય જનસંઘ અને  સંસ્થાકોંગ્રેસ અને અન્યો દ્વારા બનેલા જનતા મોરચાના ઉમેદવાર તરીકે રાજકોટ-૨ના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.૧૯૭૪ના નવનિર્માણ આંદોલન બાદ બદલાયેલી  રાજકીય સ્થિતિ  બાદ ૧૯૭૫માં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રથમ ચૂંટણી હતી. જેમાં ૫૧ માંથી,૩૯ બેઠકો જનતા મોરચા એ મેળવી હતી. જનતા મોરચો એટલે ભારતીય જનસંઘ અને સંસ્થા કોંગ્રેસ સંયુક્ત રીતે ચૂંટણી લડેલા હતા.૧૯૭૫માં રાજકોટના ચૂંટાયેલા પ્રથમ મેયર  બન્યા હતા.
તેઓના મેયર અને ધારાસભ્ય તરીકેના કાર્યકાળ દરમ્યાન ૧૯૭૫માં લાદવામાં આવેલ આંતરિક કટોકટી સમયે ૧૯૭૬માં  "મિસા" ના કાયદા હેઠળ જેલવાસ ભોગવ્યો હતો.
ઓલ ઇન્ડિયા મેયસૅ કાઉન્સિલ માં નાણાકીય સાધનો અને ઑકટોય-નાબૂદીની જે મંતવ્યો રજૂ કર્યા હતા એ આજે પણ તેમનો આધાર આપવામાં આવે છે. નાના માણસ માટે મકાનો બહુ મોંઘા હતા ત્યારે તેઓને એક સારી આદર્શ રહેવાની વ્યવસ્થા મકાન મળી જાય તે માટે રાજકોટ માં ૧૯૭૮માં હુડકો સ્કીમ હેઠળ કોઠારીયા રોડ અને સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ પાસે  ઓછી કિંમતના સરળ માસિક હપ્તા પધ્ધતિ એ ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકો માટે મકાનો બનાવીદેતા સમગ્ર દેશમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન નો જય જય કાર થઈ ગયો, હતો. તેમની આગવી કાર્ય કરવાની પદ્ધતિને હિસાબે રાજકોટને સમૃદ્ધ બનાવવા અનેક યોજનાઓ સાકાર કરેલ હતી. "માનવી ત્યાં સુવિધા"નું સૂત્ર આપનાર નગર પતિનું બિરુદ મળેલ હતું. ભારતીય જનસંઘમાં સંગઠનમાં પણ સહમંત્રી; ભાજપના  પ્રાંતના ઉપ પ્રમુખ તરીકે ;રાષ્ટ્રીય કારોબારીના  સદસ્ય તરીકેનું સ્થાન સહિત સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં ચૂંટણીઓ હોય ત્યાં ત્યાં જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવી હતી. અને પોતાની સ્પષ્ટ પ્રતિભા જાળવી રાખી હતી.
૧૯૭૫માં રાજકોટના ધારાસભ્ય તરીકે  ચૂંટાયા બાદ તેઓએ રાજકોટના અનેક પ્રશ્નો વિધાનસભામાં રજૂ કરી ઝડપી નિરાકરણ પ્રયત્ન કર્યો હતો. આમ જનતા મોરચાની સરકારના  પતન પછી ભાજપની સ્થાપના ૧૯૮૦માં કરવામાં આવેલ હતી. ભારતીય જનતા પક્ષનો પણ પાયો મજબૂત કરવાં માં તેઓનું નોંધપાત્ર યોગદાન રહેલ હતું. અને રાજકીય ક્ષેત્રે  નગરપાલિકા અને મહાનગરપાલિકા ના માધ્યમ વડે  વિકાસ કામોનો નવો રાહ  ચીંધ્યો હતો.
દેશને રાજકોટના આદર્શ સંગઠનના દર્શન-નાના માણસો અને નાના ઉદ્યોગોને મદદરૂપ કેવી રીતે થવું-સહકારી ક્ષેત્રે યોગદાન
"તમે તમારી સંપૂર્ણ શક્તિથી અને પ્રમાણિકતાથી કાર્ય કરતા રહો.
 શું પરિણામ આવશે તેની ચિંતા તમે ન કરશો. નિષ્ઠા અને  પ્રમાણિકતાથી કરેલ કોઈ કામ નિરર્થક નથી જતું માન્ય શ્રી વકીલ સાહેબ આ વિચારો શ્રી અરવિંદભાઈ પોતાના જીવનમાં સાર્થક કર્યા હતા
અરવિંદભાઈ ટેક્સેશન ક્ષેત્રમાં નિપુણ
 હોય, બેંક દ્વારા વધુને વધુ વ્યાપક રૂપમાં સહકારી ક્ષેત્રો દ્વારા જ જન સામાન્ય નો ઉત્કૃષ્ સાધી શકાય, પ્રજાના પ્રશ્નો, લાક્ષણિકતાઓ, વિકાસની  યોજનાઓ આગળ વધારવા આયોજન થવું જોઈએ
૧૯૬૫-૧૯૬૬ રાજકોટ નાગરિક સહકારી બેંકમાં પ્રવેશ મેળવ્યો ૧૯૬૯-૧૯૭૦ પક્ષના સક્રિય નિષ્ઠાપૂર્વક કાર્યકરોને સાથે રાખી બહુમતી મેળવી રાજકોટના નાગરિક સહકારી બેંકમાં પ્રવેશ કર્યો અને પોતે ચેરમેન બન્યા આધુનિક રાજકોટનો સામાન્ય માણસની માંડી ઉદ્યોગોને, નાના વેપારીઓને, નાના માણસોને વાહનની સવલતો, કેમ મદદરૂપ થવું તે તેમની આગવી વિશેષતાથી મદદરૂપ થયા અને લોકોમાં એક પ્રકારનો અતિ વિશ્વાસ અને બેન્કિંગ ક્ષેત્રે આગવુ સ્થાન પ્રાપ્ત કરેલ હતું . રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ બેન્કિંગ ક્ષેત્રમાં અરવિંદભાઈએ વિજય મેળવ્યો હતો. રાજ્ય પર બેંકના પ્રશ્નો નું યોગ્ય નિરાકરણ કરેલ હતું અને૧૯૮૧_૧૯૮૨. માં સરકારે સહકારી બેંકો માટે ઘડેલા કેટલાક ધારાઓ ગેરબંધારણીય છે એમ કહી સૌનો  સહકાર પ્રાપ્ત કરી ને લડેલા અને કોર્ટે સરકારના આ નિયમો ગેરબંધારણીય છે તેઓ ચુકાદો આપેલો હતો. આજે આ બેંક શ્રેષ્ઠ બેંક માં ગણતરી થાય છે.
 ફક્ત બેંક આર્થિક લેણદેણ કરનારી અને નફો કરનારી માત્ર નાણાકીય સંસ્થા ન રહે પરંતુ સામાજીક ઉત્તરદાયિત્વ માં પણ ભાગ લેવો અને કર્મચારી નો પગાર હોય, શેર સભાસદોને ને પણ યોગ્ય લાભ મળવો જોઈએ,સામાજિક સંસ્થાઓને પણ સમાજ માટે કંઈક કામ કરતી હોય તેઓને પણ નફામાંથી સહાય આપવી આવો ઉત્તમ પ્રણાલિકા ની શરૂઆત કરી. આમ ભારતભરમાં સહકારી ક્ષેત્રે રાજકોટ નાગરિક સહકારી બેંક નું નામ રોશન કર્યું.
 અપના બજારમાં તેમના ચેરમેન તરીકે તેમના કાર્યકાળમાં અપના બઝારના માધ્યમ થી નાના માણસોને કેમ મદદરૂપ થવું અને વધુમાં વધુ લોકોને સેવાનો લાભ મળે તે માટે અપના બજારમાં સક્રિય રહી મધ્યસ્થ સહકારી ભંડારનો વ્યવહાર લોકોને વિશ્વાસ પ્રસ્થાપિત કરાવ્યો હતો. અદભુત સેવા આપી હતી અને આદર્શ અપના બજાર બનાવી હતી.
રાજકોટની ૧૫૦ વર્ષ જૂની લેંગ લાઇબ્રેરી માં ૧૮ વર્ષ સુધી કારોબારીના સભ્યપદે એક વાંચન પ્રવૃત્તિ ને વેગ મળે અને અને સંસ્કાર ઘડતર ની પ્રવૃત્તિને વેગ મળે તે માટે રાજકોટના સામાન્ય માણસને સારી સેવા મળે તે માટે લેંગલાઈબ્રેરી ની આર્થિક પણ ચિંતા કરેલ હતી.
આમ રાજકોટ શહેરની પ્રગતિ માટે પ્રજા ને સાથે રાખી, વેપાર ઉદ્યોગ, રાજકારણ ,મ્યુનિસિપલ કોર્પોરેશન ,અને સહકારી ક્ષેત્ર,અનેક સામાજિક સંસ્થાઓને, નો રાહ ચીધી, તેમનો યશ અરવિંદભાઈ જાય છે,કોઈપણ કામ હાથમાં લે કાળજીથી, અને નિશ્ચિત સમયે ઝડપથી પૂર્ણ થાય એ તેમનો સિદ્ધાંત કાયમી રહ્યો હતો આમ
રાજકોટ માટે ગોઝારી રાત
૭- સપ્ટેમ્બર ૧૯૮૩ અમદાવાદ ખાતે ભાજપની બેઠકમાં હાજરી આપી રાજકોટ પરત ફરી રહ્યા હતા ત્યારે સાંજે ડોળીયા ખાતે મોટર અકસ્માત નડ્યો. સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં પહોંચ્યા ત્યાં પેલી સારવાર શ્રી ચીમનભાઈ શુકલની થવી જોઈએ તેઓ આગ્રહ મૃત્યુને આરે ઉભેલા અરવિંદભાઈ કરે. મારો સાથી પહેલા, હું પછી. અહીંયા પણ સંધ ના સંસ્કાર 'મેં નહિ તું"પોતાના જીવનનું બલિદાન આપી આજે સૌને રડાવી ગયા. નાની ઉંમરમાં પોતે અદભુત જીવન જીવી ગયા તેમનો ત્યાગ, બલિદાન, નિષ્ઠા ,કરતો કર્તવ્ય પારાયણતા,સૂઝ,પરિશ્રમ અને સેવા પરાયણતા થી ધન્ય બનેલા જીવનમાંથી પ્રેરણા મેળવી, આપણા જીવનનું ઘડતર કરી શકીએ તો એમના  જીવન અને મૃત્યુ સાર્થક થશે.
આધુનિક રાજકોટના શિલ્પી શ્રી અરવિંદભાઈ મણીયાર ને હાર્દિક શ્રદ્ધા સુમન
, જયેશ સંઘાણી
સંગઠન પ્રમુખ, સહકાર ભારતી
રાજકોટ મહાનગર

(1:43 PM IST)