News of Thursday, 14th May 2026
રાજકોટ મેયર-ડે.મેયર-સ્ટેન્ડીંગ ચેરમેન માટે ૪-૪ નામોની પેનલ મુકાઇ
પદાધિકારીઓના નામો નક્કી કરવા ગાંધીનગરમાં પાર્લામેન્ટરી બોર્ડમાં તમામ ૬૫ કોર્પોરેટરોની યાદી રજુ કરાઇ : મુખ્ય પ નામો પૈકી ર હોદાઓ મહિલાઓને મળે તેવી સંભાવના : મેયર પદ પાટીદાર અથવા બ્રાહ્મણને મળે તેવી શકયતા

રાજકોટ, તા., ૧૪ : રાજકોટ સહિત રાજયની મહાપાલીકાઓમાં ભાજપે સતા મેળવી લીધી છે. હવે આ મહાપાલીકાઓમાં અઢી વર્ષ માટે મેયર સહીતના પદાધિકારીઓની નિમણુંક માટે આજે સવારે ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેઠક યોજાઇ હતી. રાજકોટના મેયર, ડે.મેયર, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનના સંભવીત નામો બોર્ડ સમક્ષ રજુ થયા હતા. ચુંટાયેલા કોર્પોરેટરોમાંથી ૨૦૨૬ થી ૨૦૩૧ ની પાંચ વર્ષની ટર્મમાંથી પ્રથમ અઢી વર્ષ માટે મેયર સહિતના પદાધિકારીઓની વરણીઓ માટે નામો નિヘતિ કરાશે. શહેર પ્રમુખ માધવ દવેએ ૬પ કોર્પોરેટરોના નામો રજુ કર્યા હતા. જેમાંથી મેયર, ડે. મેયર, સ્ટ. ચેરમેન શાસક નેતા અને દંડના નામો નિヘતિ થશે. અને જો મજબુત દાવેદારોના નામોની પેનલો અલગ તારવીને રજુ કરવાનું કહેવામાં આવતા ૪-૪ નામોની પેનલો આપવામાં આવી હતી.
(3:43 PM IST)










