<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th November 2026

રૈયા રોડ પર પંચતત્‍વમાં રહેતાં નિવૃત બેંક કર્મીનું હૃદય બેસી જતાં મૃત્‍યુ

ઇશ્વરભાઇ વાગડીયાએ હોસ્‍પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૯: રૈયા રોડ પર નાયરા પંપ પાછળ પંચતત્‍વ એપાર્ટમેન્‍ટમાં રહેતાં નિવૃત બેંક કર્મચારી વૃધ્‍ધનું હૃદય રોગના હુમલાથી મૃત્‍યુ થયું છે.

જાણવા મળ્‍યા મુજબ પંચતત્‍વ એપાર્ટમેન્‍ટ ખાતે રહેતાં ઇશ્વરભાઇ હરિભાઇ વાગડીયા-ભીલ (ઉ.વ.૭૧) રાતે નવેક વાગ્‍યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર ઇશ્વરભાઇ નિવૃત બેંક કર્મચારી હતાં. તેઓ ત્રણ ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં ત્રણ દિકરા છે. મોભીના મૃત્‍યુથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(4:01 PM IST)