<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

અજબ ટ્રકનો ગજબ કિસ્સોઃ ડ્રાઇવર વગરનો ટ્રક સીધો એસ.ટી. બસને 'ભેટવા' પહોંચ્યો!

ગોંડલના બસ ચાલકની માલવીયાનગર પોલીસમાં ફરીયાદ ગોંડલ રોડ પર પીડીએમ કોલેજ પાસે માલસામાન ભરતી વખતે ઢાળપર પાર્ક ટ્રક રોડ પર એસટી બસ સાથે અથડાયોઃ સદનશીબે કોઇ જાનહાની નહીં

 

રાજકોટ, તા. રરઃ ગોંડલ રોડ પર પી.ડી.એમ. કોલેજ પાસે ડેલામાં ઢાળ પર પાર્ક કરેલો ટ્રક એકાએક ઢલાણમાંથી નીચે ઉતરી મેઇન રોડ પર પસાર થતી ગોંડલ નાસીક રૂટની એસ.ટી. બસ સાથે બથડાતા અકસ્માત સર્જાયો હતો. જોકે સદનશીબે આ ઘટનામાં કોઇને ઇજા થઇ ન હતી.

આ મામલે એસ.ટી. બસના ચાલક વિશાલભાઇ રમેશભાઇ મોર (ઉ.વ. ૪૩ રહે. મોહનપાર્ક-ર, ગોંડલ) એ ટ્રક ચાલક રધુ લાલજીભાઇ સારલા સામે માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું કે, તે ૧૪ વર્ષથી એસ.ટી. ડ્રાઇવર તરીકે નોકરી કરે છે જેમાં તેની નોકરી ગોંડલથી નાસીક રૂટ પર ગોંડલથી સુરત અને સુરતથી પરત ગોંડલ ડેપાની છે.

ગઇ કાલે સાંજે તે કંડકટર ભાવેશભાઇ બગથરીયા સાથે બસમાં પેસેન્જર ભરી નાશીક જવા રવાના થયા હતા. તે રાજકોટના ગોંડલ રોડ પરથી પીડીએમ કોલેજ તરફ જઇ રહયા હતા ન્યારા પેટ્રોલ પંપ પાસે સ્વસ્તીક સ્ટીલ નામના ડેલાની અંદર પાર્ક ટ્રક કે જેનો મોરો રોડ તરફ હતો તે બસના કંડકટરની સાઇડ પાછળના વ્હીલની બાજુ અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેથી તેણે બસ સાઇડમાં રોકી જોતા ચાલકે ટ્રક ડેલામાં ઢાળમાં પાર્ક કરેલાનું જાણવા મળ્યુ હતું.તેમજ તેમાં ડ્રાઇવર ન હતો આ સમયે ચાલક રધુ સારલાએ ત્યાં આવી ટ્રક ચાલુ કરી રીવર્સમાં જ ડેલામાં અંદર લઇ લીધો હતો.

પુછતાછમાં રઘુએ જણાવ્યું હતુ કે તે ટ્રકનો ચાલક છે તે અહીં ડેલામાંથી લોખંડનો માલ ભરવા આવ્યો છે. ડેલામાં રહેલ ક્રેઇન દ્વારા માલ ભરતા હતા ત્યારે ટ્રક અચાનક ઢાળના કારણે બહાર નીકળી બસ સાથે અથડાયેલ હતો. હેડ કોન્સ્ટેબલ જે.બી. જાડેજાએ આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(2:22 PM IST)