<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતાં એમપીના યુવાનના બંને પગનો છૂંદો બોલી ગયો

ભગતવીપરા બ્રીજ મેલડી માતાના મંદિર પાસે બનાવ બેડી યાર્ડમાં મજૂરી કરતો યુવાન વતનથી પરત આવતો હતો

રાજકોટ તા. ૧૪: મુળ મધ્‍યપ્રદશેના ચિત્રકુટનો યુવાન રામચંદ્ર ગયાપ્રસાદ (ઉ.વ.૨૫) સવારે જબલપુર-સોમનાથ ટ્રેનમાં રાજકોટ આવતો હતો ત્‍યારે ભગવતીપરા બ્રીજ પાસે મેલડી માતાજીના મંદિર નજીક ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતાં પડી જતાં બંને પગ ટ્રેન હેઠળ આવી જતાં પગનો છૂંદો નીકળી ગયો હતો. ગંભીર હાલતમાં તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

રામચંદ્ર બેડી માર્કેટ યાર્ડમાં નોકરી કરે છે. તે ચાર ભાઇ અને બે બહેનમાં વચેટ છે અને સંતાનમાં બે દિકરી તથા બે દિકરા છે. દિવાળીની રજામાં વતન ગયો હતો. આજે ત્‍યાંથી પરત આવ્‍યો ત્‍યારે ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતાં આ બનાવ બન્‍યો હતો.

(3:50 PM IST)