News of Saturday, 26th September 2026
મોડેલીંગનું કામ કરતી યુવતિને વડોદરાના પાર્થ પરીખે લગ્નના નામે ફસાવી વારંવાર દેહ પીંખ્યોઃ રૂા. ૯.૯૦ લાખ પણ ખાઇ ગયો
મેટ્રીમોનીયલ સાઇટ પરથી સંપર્ક કર્યોઃ યુવતિએ પોતાની જ્ઞાતિ સહિતની હકિકત જણાવી ત્યારે જ્ઞાતિબાધ નહિ હોવાનું કહ્યું: પહેલી વખત હોટેલમાં દેહ પીંખ્યોઃ બાદમાં લગ્ન રજીસ્ટર કરાવ્યા, પરિવારને મનાવી ધામધૂમથી લગ્ન કરશે તેવુ કહી અવાર-નવાર શરીર સંબંધ બાંધી લીધા ધંધામાં મંદી હોઇ જરૂર હોવાનું કહી નાણા લઇ ગયોઃ યુવતિએ જો તું દગો કરીશ તો હું ફરિયાદ કરીશ તેવું કહેતાં તેણે અંગત ફોટા-વિડીયો વાયરલ કરવાની ધમકી દઇ બ્લેકમેઇલ કરીઃ અંતે યુવતિએ ફરિયાદ નોંધાવીઃ બી-ડિવીઝન પીઆઇ જી. આર. ચોૈહાણ, પીએસઆઇ એમ.આઇ. શેખએ ગુનો નોંધ્યા બાદ એસીપી વી. બી. જાડેજાએ તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૨૬: શહેરમાં રહેતી અને મોડેલીંગનું કામ કરતી એક યુવતિનો વડોદરાના શખ્સે મેટ્રીમોનીયલ સાઇટ મારફત સંપર્ક કરી લગ્નની લાલચ આપી રાજકોટ ખાતે શરીર સંબંધ બાંધી લઇ તેમજ વડોદરા ખાતે યુવતિને લઇ જઇ લગ્નનું નોટરી કરી મેરેજ રજીસ્ટર થઇ ગયા તેવુ કહી બાદમાં વારંવાર શરીર સંબંધ બાંધી લઇ અંગત પળોના ફોટા વિડીયો બનાવી તેમજ ઉછીના પેટે લાખો રૂપિયા મેળવી લઇ તે પાછા ન આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી લગ્ન કરવાની ના પાડી દેતાં યુવતિએ જો તું દગો કરીશ તો હું ફરિયાદ કરીશ તેમ કહેતાં તેણીના ફોટા વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી બ્લેકમેઇલીંગ કરતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે ભોગ બનનાર ૩૬ વર્ષિય મહિલાની ફરિયાદ પરથી વડોદરામાં દુર્ગાનગર ઓ.પી. રોડ ખાતે રહેતાં પાર્થ વિજયભાઇ પરીખ વિરૂધ્ધ યુવતિને લગ્નની લાલચ આપી ફસાવી અવાર-નવાર શરીર સંબંધ બાંધી લગ્ન રજીસ્ટર કરાવ્યા બાદ ધામધૂમથી વિધી મુજબ લગ્ન કરાવની ના પાડી દઇ તેમજ થોડા સમયમાં પાછા આપી દેશે તેમ કહી રૂા. ૯ લાખ ૯૦ હજાર પણ લઇ જઇ અંગત પળોના ફોટા-વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપવાનો ગુનો નોંધ્યો છે.
ભોગ બનનારે ફરિયાદમાં જણાવ્યું છે કે હું મોડેલીંગનું કામ કરતી હતી અને લગ્ન માટે સારા પાત્રની શોધમાં હતી આથી મેટ્રીમોનીયલ સાઇટ પર એકાઉન્ટ બનાવ્યું હતું. એકાદ વર્ષ પહેલા આ માધ્યમથી પાર્થ પરીખે મને ક્વિેસ્ટ મોકલીહ તી. એ પછી અમે મોબાઇલ નંબરની આપ-લે કરી એક બીજાના સંપર્કમાં આવ્યા હતાં. વ્હો્ટસએપ પર પણ મેસેજ કરતાં હતાં. પાર્થે પોતે કુંવારો હોવાનું અને બીલ્ડીંગને લગતા વ્યવસાયમાં હાોવનું કહ્યું હતું. મેં તેને મારી જ્ઞાતિ સહિતની હકિકત જણાવી દીધી હતી. ત્યારે તેણે કહેલું કે તમારી જ્ઞાતિ બાબતે મને કોઇ જ વાંધો નથી. આ પછી હું રાજકોટ રહેતી હતી. ગત માર્ચ મહિનામાં પાર્થ મને મળવા રાજકોટ આવ્યો હતો. ત્યારે મારે પછી મારા કામ માટે અમદાવાદ જવાનું હોય ત્યારે તે મને કારમાં લેવા આવતો હતો.
ત્યારબાદ માર્ચમાં જ મને તે અમદાવાદમાં મળવા આવેલો અને રાજકોટ મુકવા આવતી વખતે રસ્તામાં તેણે વાત કરી હતી કે આપણે રાતે હોટેલમાં રાકાઇ જઇએ. મેં ના પાડતાં તેણે કહેલું કે તું થોડીવાર માટે રોકાજે પછી તને ઘરે મુકી જઇશ. આથી હું તેની સાથે શાપર પાસે હોટેલમાં ગઇ હતી. જ્યાં અમે જમ્યા હતાં પછી મેં તેને મુકી જવાનું કહેતાં તેણે મોડુ થઇ ગયું છે તુ રોકાઇ જા, તને અલગ રૂમ અપાવી દઉ તેમ કહી રોકી રાખી હતી. પછી તેણે કહેલું કે હવે તો આપણા લગ્ન થવાના જ છે તો તું શરીર સંબંધ બાંધી લે, હું કાયમને માટે વફાદાર રહીશ. આથી હું ડરી ગઇ હતી અને આ વસ્તુ શક્ય નહિ બને તેમ કહ્યું હતું.
પણ તેણે વાતચીતથી વિશ્વાસ અપાવી તું મારી ઉપર ભરોસા રાખ તેમ કહી મારી અનીચ્છાએ શરીર સંબંધ બાંધી લીધા હતાં અને બીજા દિવસે મને મુકી ગયો હતો. આ પછી મેં તેને મારા પરિવારજનોને મળી લેવાનું કહેતાં તે મારા માતા-પિતા-ભાઇને મળવા પણ આવ્યો હતો. ત્યારે અમે અમારી જ્ઞાતિની ચોખવટ ફરીથી કરી હતી. ત્યારે પણ પાર્થએ લગ્ન કરી જ લઇશ તેમ કહ્યું હતું. બાદમાં તે ઓગષ્ટમાં લગ્ન કરવાના નામે મને વડોદરા લઇ ગયો હતો અને ત્યાં ૧૦૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર લગ્નનુ સોગંદનામુ કરી સહીઓ કરાવી હતી. એ પછી તેણે કહેલું કે આપણા લગ્ન રજીસ્ટર થઇ ગયા છે. બાદમાં આપણે ધામધુમથી લગ્ન કરશું હું મારા પરિવારને મનાવી લઇશ. મેં સોગંદનામાનો ફોટો પણ પાડી લીધો હતો.
આ પછી થોડા દિસમાં પાર્થએ મને લગ્નનું પ્રમાણપત્ર વ્હોટ્સએપથી મોકલ્યુ઼ હતું. જે ખોટુ હોવાની મને શંકા છે. આ પછી અવાર-નવાર તે અલગ અલગ જગ્યાએ મને મળતો અને શરીર સંબંધ બાંધતો હતો. તેમજ અંગત પળોના ફોટા વિડીયો લેતો હતો. મેં તેને લગ્નની તારીખ જોવડાવવાનું અવાર નવાર કહેતાં તે બહાના કરતો હતો. એ પછી તેણે કહેલું કે મારે ધંધામાં મોટી નુકસાની ગઇ છે તું મને રૂપિયાની મદદ કર. જેથી મેં બેંકમાં પડેલા રૂપિયા ને શેર વેંચીને ૯ લાખ ૯૦ હજાર આપ્યા હતાં. આ પછી પણ તેણે મારી પાસે વધુ પૈસા માંગતા મેં હવે મારી પાસે રૂપિયા નથી તેમ કહેતાં તેનું વર્તન ફરી ગયું હતું. એ પછી તેણે ચેકના ફોટા મોકલ્યા હતાં અને કહ્યું હતું કે તારા ખાતામાં પૈસા જમા થઇ જશે. પણ ચેક ક્લીયર ન થતાં તેને પુછતાં ઝઘડો કર્યો હતો. મેં તેને ધામધૂમથી લગ્ન કરવાનું કહેતાં તેણે જ્ઞાતિ વિશે જેમતેમ બોલી ઝઘડો કર્યો હતો અને હવે મને ફોન કરતી નહિ તેમ કહી દીધુ હતું.
બાદમાં મેં પાર્થના પિતાને ફોન કરતાં તેણે કહેલુ કે આ બાબતે ફોન મને નહિ કરવાનો, પાર્થ અત્યારે હોસ્પિટલમાં છે તેમ કહી ફોન કાપી નાંખ્યો હતો. થોડા દિવસ પછી મેં ફરી પાર્થને ફોન કરી કહેલું કે જો આ રીતે મારી સાથે દગો કરશો તો હું પોલીસ ફરિયાદ કરીશ. જેથી પાર્થએ કહેલું કે તારા અને મારા વિડીયો ફોટા છે જે હું વાયરલ કરી દઇશ. આમ કહી તે બ્લેકમેઇલ કરતો હતો અને હવે ઘણા દિવસથી રીપ્લાય પણ આપતો ન હોઇ મારા પરિવારજનોએ ફરિયાદ નોંધાવવાનું કહેતાં મેં પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં યુવતિએ ફરિયાદમાં જણાવતાં પીઆઇ જી. આર. ચોૈહાણ, પીએસઆઇ એમ. આઇ. શેખએ ગુનો દાખલ કરતાં આગળની તપાસ એસીપી વી. બી. જાડેજાએ હાથ ધરી છે
(3:06 PM IST)










