News of Thursday, 21st May 2026
આપ દ્વારા કલેકટર કચેરીએ દેખાવોઃ મોંઘવારી-ડીઝલની તીવ્ર અછત-ટ્રાન્સપોર્ટરો-વેટ ઘટાડવો સહિતના પ્રશ્ને આવેદન
મૂખ્યમંત્રીને સંબોધી કલેકટરને રજૂઆતઃ ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવા પણ કાર્યવાહી કરો..

આમ આદમી પાર્ટીના આગેવાનો-કાર્યકરોએ કલેકટર કચેરી ખાતે દેખાવો યોજી વિવિધ પ્રશ્ને આવેદન પાઠવ્યું હતું. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ,તા.૨૧: આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી રાજ્યમાં પ્રવર્તતી અસહય મોંધવારી અને ડીઝલની તીવ્ર અછતથી પીડાતા ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો અને સામાન્ય નાગરિકોના પ્રશ્નોની કાયમી નિરાકરણ તેમજ ઓઇલ કંપનીઓ દ્વારા સપ્લાયમાં કાપ અંગે રજૂઆતો કરી હતી.
આવેદનમાં ઉમેરાયું હતું કે, હાલ સમય ગુજરાત રાજ્ય એક અતિમહત્વપૂર્ણ કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. ઈ રહ્યું છે. એક તરફ દિનપ્રતિદિન વધતી જતી મોંઘવારીએ માજા મૂકી છે, તો , તો બીજી તરફ રાજ્યભરમાં સર્વત્ર ડીઝલની તીવ્ર અછત બનતાં ઘી હોમવાનું કામ કર્યું છે. આ બેડી સમસ્યાના કારણે ગુજરાતના વિકાસના મુખ્ય સ્તંભસમાન ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો અને સામાન્ય જનતા આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે-
ખેતી સીઝને જ પેટ્રોલ પંપો પર ડીઝલ ન મળવાને કારણે ટ્રેક્ટરો ઠપ થઈ ગયા છે, જેથી વાવણી પકડેલા ખેડૂતો ચિંતામાં છે. ગ્રામ્ય વિસ્તારોના તમામ સરકારી અને ખાનગી પેટ્રોલ પંપો પર ખેડૂતો માટે ડીઝલનો વિશેષ ક્વોટા (અનામત જથ્થો) નક્કી કરવામાં આવે.
આજે ખેતી કરવી મુશ્કેલ થઈ રહી છે ત્યારે ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમારી માંગ છે કે ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે તે પાછો લેવામાં આવે અને પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરવામાં આવે.
ઈંધણની અછતને કારણે માલવાહક વાહનો હાઈવે પર અટવાઈ પડયા છે. સમયસર ડિલિવરી ન થતાં ટ્રાન્સપોર્ટરો ભારે નુકસાની વેઠી રહ્યા છે.તમામ હાઈવે પર આવેલા ઈંધણ સ્ટેશનો પર માલવાહક ટ્રક અને ટેમ્પો માટે ૨૪ કલાક પૂરતો ડીઝલનો પુરવઠો સુનિヘુિત કરવામાં આવે. આ ઉપરાંતડીઝલની અછત અને ટ્રાન્સપોર્ટ ભાડા વધવાને કારણે શાકભાજી, ખાધતેલ, અનાજ અને દૂધ જેવી રોજિંદી જીવનજરૂરી ચીજવસ્તુઓ સામાન્ય માણસની પહોંચ બહાર જઈ રહી છે..
મોંઘવારીના આ વિષચક્રમાંથી જનતાને બચાવવા રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારે પોતાના હસ્તકનો વેટ (VAT) અને સેસ તાત્કાલિક ધોરણે ઘટાડી ઈંધણના ભાવ નીચા લાવે. આવેદનમાં અગ્રણીઓ દિનેશભાઇ જોષી તેજસ ગાજીપરા તથા સભ્યો જોડાયા હતા.
(2:50 PM IST)










