News of Saturday, 11th July 2026
વેવાઇએ વેવાઇને આપેલ ર૦ લાખના ચેક રિટર્નના કેસમાં આરોપીને ૧ વર્ષની સજા

રાજકોટઃ તા.૧૧,વેવાઈ-વેવાઈ વચ્ચેના સબંધના દાવેના વ્યવહારમાં એક વેવાઈએ બીજા વેવાઈ પાસેથી લીધેલ રકમ રૂા.૨૦,૦૦,૦૦૦/- પરત કરવા ઈસ્યુ કરી આપેલ ચેક રીટર્નનો કેસ ચાલી જતા વેવાઈ આરોપી છગન કાનજીભાઈ કપુરીયાને એક વર્ષની સજા ઉપરાંત રકમ રૂા.૨૦,૦૦,૦૦૦/- નું વળતર એક માસમાં ફરીયાદીને ચુકવવા અને તેમા કસુર કર્યે બે માસની સજાનો સીમાચીન્હ રૂપ ચુકાદો રાજકોટના એડી. ચીફ. જયુડી. મેજી એ હુકમ ફરમાવેલ છે.
આ કેસની હકીકત જોઈએ તો રાજકોટમાં પર્ણકૂટી મેઈન રોડ પર શીવભુમી સોસાયટીમાં રહેતા ફરીયાદી કિશોર નાથાભાઈ ઠુંમરે રાજકોટમાં સહકાર મેઈન રોડ પર રહેતા આરોપી છગન કાનજીભાઈ કપુરીયા વીરૂધ્ધ રાજકોટની અદાલતમાં એ મતલબની ફરીયાદ દાખલ કરેલ કે ફરીયાદી અને તહોમતદાર વેવાઈવેલા થતા હોય, ફરીયાદી ખુબજ સાધન સંપન અને સુખી હોય આરોપીને બાંધકામને લગત કામકાજમાં મુડી ફસાઈ જતા આર્થીક દેણામાં આવી જતા મુશ્કેલીમાંથી બહાર નીકળવા ફરીયાદી પરીવાર પાસે સબંધના દાવે રૂા.૨૦,૦૦,૦૦૦/- માંગણી કરતા ફરીયાદીએ તહોમતદારને આપેલ રકમ રૂા.૨૦,૦૦,૦૦૦/- પરત કરવા તહોમતદારે તેની બેંકનો ચેક સહી કરી આપી ઈસ્યુ કરી આપતી વખતે ચેક પાસ થઈ જશે પરત ફરશે નહી તેવા આપેલ ભરોશે ફરીયાદીએ તેના બેંક ખાતામાં રજુ કરેલ ચેક અપુરતા ભંડોળના કારણે પરત ફરતા આરોપીને પાઠવેલ નોટીસ બજી જવા છતા ફરીયાદીની રકમ નહી ચુકવતા ફરીયાદીએ તે સબંધે રાજકોટની કોર્ટમાં દાખલ કરેલ કેસ ચાલવા પર આવતા તહોમતદારે તે કેસના કામે રકમ રૂા.૮,૯૦,૦૦૦/- કટકે કટકે ચુકવી રકમ રૂા. ૧૧,૧૦,૦૦૦/- ન ચુકવતા કેસ ચાલી ગયેલ હતો.
કોર્ટે રેકર્ડ પરના રજુ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓને સમગ્રપણે ધ્યાને લેતા ફરીયાદપક્ષની હકીકતોને સોગંદ પરના પુરાવાથી દસ્તાવેજી પુરાવાને સંપૂર્ણપણે સમર્થન મળે છે, ફરીયાદપક્ષના પુરાવાનું ખંડન કરતો ખંડનાત્મક પુરાવો આરોપી રેકર્ડ પર લાવવામાં સફળ થયેલ નથી ત્યારે ફરીયાદીનો કેસ પુરવાર માની આરોપી છગન કાજીભાઈ કપુરીયાને એક વર્ષની સજા ઉપરાંત રૂા.ર૦,૦૦,૦૦૦/- એક માસમાં ફરીયાદીને વળતર તરીકે ચુકવવા અને તેમા કસુર કર્યે વધુ બે માસની એ રીતે સજા ફરમાવતો સમાચીન્હરૂપ ચુકાદો ફરમાવવામાં આવેલ. છે.
ઉપરોકત કામના ફરીયાદી કિશોરભાઈ ઠુંમર વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કળણાલ શાહી, ચેતન ચોવટીયા, જસ્મીન દુધાગરા, જય પીઠવા, યુવરાજ વેકરીયા, ભાવીન ખુંટ, સાહીલ કંટારીયા તથા મદદમાં નીરવ દોંગા, આર્યન કોરાટ, જયમલ મકવાણા, રાહીલ ફળદુ હતા.
સુરેશ આર ફળદુ, ફરિયાદીના વકીલ
(3:27 PM IST)










