News of Wednesday, 3rd June 2026
એડિશનલ કલેક્ટર ચેતનભાઈ ગણાત્રાના સસરા તેમજ રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ રમેશભાઈ નંદાણીનું ૮૧ વર્ષની વયે દુઃખદ અવસાન : નંદાણી પરિવારમાં ઘેરા શોકની લાગણી
૪ જૂનના રોજ યુનિવર્સિટી રોડ સ્થિત ઉમા ભવન ખાતે સાંજે ૫ થી ૬ વાગ્યા દરમિયાન બેસણું : સસરા પક્ષની સાદડી પણ સાથે જ રાખવામાં આવી

રાજકોટ:રાજકોટના યુનિવર્સિટી રોડ વિસ્તારના રહેવાસી અને પ્રતિષ્ઠિત નંદાણી પરિવારના મોભી રમેશભાઈ નાગરદાસભાઈ નંદાણી (ઉંમર વર્ષ ૮૧) નું બુધવાર, તારીખ ૩ જૂન ૨૦૨૬ ના રોજ દુઃખદ અવસાન થયું છે. તેઓ નશ્વર દેહ ત્યજીને શ્રીજી ચરણ પામતા નંદાણી પરિવાર તેમજ સ્નેહીજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. સ્વ. રમેશભાઈ નંદાણી નિર્મળાબેન તથા સ્વ. નાગરદાસભાઈના સુપુત્ર હતા. પોતાના સરળ અને પરોપકારી સ્વભાવના કારણે તેઓ સામાજિક વર્તુળમાં ખૂબ જ આદરણીય સ્થાન ધરાવતા હતા. તેમના નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતા રાજકોટના વ્યાપારી અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓએ શોક વ્યક્ત કરી પરિવારને સાંત્વના પાઠવી છે.
સદગતનું બેસણું, તારીખ ૪ જૂન ૨૦૨૬, ગુરુવારના રોજ સાંજે ૫:૦૦ થી ૬:૦૦ વાગ્યા દરમિયાન રાખવામાં આવ્યું છે. આ બેસણું ઉમા ભવન, જે કે ચોક પાસે, આલાપ એવન્યુ તથા પુષ્કર ધામ રોડ, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવ્યું છે. આ સાથે જ પરિવાર તરફથી જણાવવામાં આવ્યું છે કે સસરા પક્ષની સાદડી પણ અલગથી રાખવાને બદલે આ જ બેસણાની સાથે એક જ સ્થળે રાખવામાં આવી છે.
સ્વ. રમેશભાઈ નંદાણી પોતાના પાછળ એક બહોળો પરિવાર વિલાપ કરતો છોડી ગયા છે. તેઓ જાણીતી પેઢી પ્રોમ્પટ ઈઆરપી (PROMPT ERP) વાળા જયદીપભાઈ નંદાણી તથા અમરદીપભાઈ નંદાણી તેમજ ડોલીબેન ગણાત્રાના પિતાશ્રી હતા. આ ઉપરાંત, તેઓ રુચિબેન નંદાણી, ડિમ્પલબેન નંદાણી તેમજ એડિશનલ કલેક્ટર (Addl. Collector) ચેતનભાઈ ગણાત્રાના સસરા થતા હતા. વ્યાપારી જગતમાં જાણીતા એવા સૌરાષ્ટ્ર એજન્સીઝ વાળા સ્વ. મોતીલાલ મોહનલાલ બલદેવના તેઓ જમાઈ હતા.
(7:04 PM IST)










