News of Friday, 30th October 2026
રાજકોટ જીલ્લાના ર લાખ ખેડૂતો માટે આગોતરી દિવાળી... સન્માન નિધિથી ૩૯ કરોડ ખાતામાં જમાઃ બેડી ખાતે કાર્યક્રમ
જીલ્લામાં કુલ ૭૩ સ્થળોએ યોજાયેલ કાર્યક્રમમાં હજારો ખેડૂતો ઉમટી પડયા વડાપ્રધાન દ્વારા બનાસકાંઠાના ભીલડી ખાતેથી સંબોધનઃ ખેડૂતો અંગે રાજય સરકાર સતત સક્રિય

રાજકોટ, તા. ૩૦: રાજકોટ જિલ્લામાં આજે ૭૩ સ્થળોએ ‘પી.એમ. કિસાન ઉત્સવ' દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે જિલ્લાના ૧.૯૫ લાખ ખેડૂતોના બેન્ક ખાતામાં પી.એમ. કિસાન સન્માન નિધિના ૨૪મા હપ્તા પેટે રૂ.૩૯ કરોડ જેવી રકમ જમા થઈ હતી. આ ધનલાભથી ખેડૂતોને જાણે આગોતરી દિવાળી આવી હોય એવો અહેસાસ થયો હતો.
પી.એમ. કિસાન સન્માન દિવસનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઈ પીપળીયાની અધ્યક્ષતામાં બેડી એ.પી.એમ.સી. માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયો હતો. સાથે જિલ્લા પંચાયતની દરેક બેઠક દીઠ બે કાર્યક્રમ મળીને જિલ્લામાં કુલ ૭૩ સ્થળોએ આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો, પશુપાલકો પરિવાર સાથે ઉમટી પડયા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં બનાસકાંઠાના ભીલડી ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું આ તમામ સ્થળોએ લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતો સહિત અનેક લોકો વર્ચ્યુઅલી સહભાગી થયા હતા.
કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી ડો. દર્શિતાબહેન શાહે ખેડૂતોને આજના દિવસના અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે તેમણે કહ્યું હતું કે, આજે ખેડૂતો માટે દિવાળી પહેલા જ દિવાળીનો માહોલ છે. તેમણે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે લેવાયેલા વિવિધ પગલાં સહિતની માહિતી પણ આપી હતી. તેમણે કહ્યું હતું કે, ખેડૂતોની ઉપજ અને આવક વધે એ ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે. આ તકે સિનિયર કળષિ વૈજ્ઞાનિક ડો. ડી.એસ. હીરપરાએ ખેતી વિશે ઉપયોગી માહિતી આપી હતી. તેમણે ખેડૂતોને પ્રાકળતિક ખેતી કરવા આહવાન કર્યું હતું. કાર્યક્રમ પૂર્વે મહાનુભાવોએ અહીં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જિલ્લા ક્લેક્ટર ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, બેડી એ.પી.એમ.સી. જયેશ બોઘરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા
(3:17 PM IST)










