<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

પશ્ચિમ બંગાળથી ગાયબ થયેલા ૧૩ વર્ષના બાળકનું રાજકોટમાં એએચટીયુ ટીમે પિતા સાથે મિલન કરાવ્‍યું

‘ઓપરેશન મિલાપ' અંતર્ગત બાળક મિત્ર સાથે નીકળી ગયા પછી રડતાં રડતાં પિતાને ફોન કર્યો કે મને અહિથી લઇ જાઓ, ખાવાનું પણ મળતું નથીઃ ડીસીપી જગદીશ બાંગરવાની રાહબરીમાં પીઆઇ કે. કે. ગોહિલ અને ટીમની કામગીરી

રાજકોટ તા. ૨૬:  ગુમ થયેલા બાળકોને શોધીને તેમના પરિવાર સાથે પુનઃ મિલાપ કરાવવા માટે સમગ્ર રાજ્‍યમાં ‘ઓપરેશન મિલાપ' અંતર્ગત એક ખાસ સ્‍પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આ ડ્રાઈવ અંતર્ગત રાજકોટ શહેર એન્‍ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (એએચટીયુ)ની ટીમેપ્રશંસનીય કામગીરી કરી છે. પヘમિ બંગાળથી ગુમ થઈને છેક ગુજરાત સુધી પહોંચી ગયેલા એક ૧૩ વર્ષના માસૂમ બાળકને ટેકનિકલ સોર્સિસની મદદથી ગણતરીના કલાકોમાં વાકાંનેર ખાતેથી હેમખેમ શોધી કાઢી, તેના પિતા સાથે ભાવુક મિલાપ કરાવ્‍યો છે.

આ ઘટનાની વિગત એવી છે કે પヘમિ બંગાળના વેસ્‍ટ મિદનાપુર જિલ્લાના ખરગપુર-૨ ખાતે રહેતા રવિસીંગ કાલીસીંગનો ૧૩ વર્ષનો પુત્ર  પોતાના એક મિત્ર સાથે પヘમિ બંગાળથી કોઈને કહ્યા વગર રાજકોટ આવી પહોંચ્‍યો હતો. દરમિયાન આ બાળકે તેના પિતા સાથે છેલ્લે ફોન પર વાત કરી ત્‍યારે તે ફોન પર ધ્રુસ્‍કે ને ધ્રુસ્‍કે રડી રહ્યો હતો. તેણે અત્‍યંત ડરેલા અવાજે તેના પિતાને કહ્યું હતું કે-પિતાજી મને અહીંથી ગમે તેમ કરીને લઈ જાવ, મને અહીં ખૂબ જ ડર લાગે છે. મને ખાવાનું પણ મળતું નથી અને હું અત્‍યારે રાજકોટ રેલ્‍વે સ્‍ટેશનની આજુબાજુમાં જ કયાંક છું.

આટલી વાત થયા બાદ માસુમ બાળકનો ફોન બંધ થઈ ગયો હતો અને તેનો કોઈ સંપર્ક થઈ શકયો ન હતો. પુત્રનો આ આક્રંદભર્યો ફોન આવતા જ પિતા રવિસીંગના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેઓ કોઈપણ વિલંબ વગર પોતાના ભાઈના દીકરાને સાથે લઈને તાત્‍કાલિક  બંગાળથી રાજકોટ દોડી આવ્‍યા હતા. રાજકોટ પહોંચીને પીડિત પિતા રવિસીંગે ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સમક્ષ રૂબરૂ મુલાકાત લઈને પોતાની આપવીતી જણાવી હતી. આ સમગ્ર મામલાની ગંભીરતાને જોઈને તેમણે એન્‍ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર કે.કે. ગોહિલને બાળકને શોધવા માટે આદેશ કર્યો હતો.

એએચટીયુની ટીમે તપાસ શરૂ કરતાંજ સફળતા મળી હતી. ગુમ થયેલો બાળક રાજકોટ રેલ્‍વે સ્‍ટેશનથી આગળ નીકળીને મોરબી જિલ્લાના વાકાંનેર પંથકમાં પહોંચી ગયો હતો. ચોક્કસ લોકેશન મળતા જ ટીમ તાત્‍કાલિક વાકાંનેર જવા રવાના થઈ હતી. ત્‍યાં સ્‍થાનિક સ્‍તરે સઘન શોધખોળ હાથ ધરીને પોલીસે ગણતરીના કલાકોમાં જ ૧૩ વર્ષના બાળકને સુરક્ષિત રીતે શોધી કાઢયો હતો.

પોલીસ જ્‍યારે બાળકને લઈને રાજકોટ કચેરીએ પહોંચી અને તેના પિતા રવિસીંગની સામે ઊભો રાખ્‍યો ત્‍યારે પિતા-પુત્ર એકબીજાને ભેટીને ચોધાર આંસુએ રડી પડ્‍યા હતા. સીઆઇડી ક્રાઇમના પોલીસવડાની ઓપરેશન મિલાપ ડ્રાઇવ અંતર્ગત પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલીક, ડીસીપી જગદીશ બાંગરવાની સુચના અંતર્ગત પીઆઇ કે. કે. ગોહિલ, પીએસઆઇ બી. વી. ચુડાસમા, એએસઆઇ અજયભાઇ શુક્‍લા, હેડકોન્‍સ. જીજ્ઞેશભાઇ મારૂ, હરસુખભાઇ વાછાણી, હસમુખભાઇ બાલધા, મહેશભાઇ પ્રસાદ, જ્‍યોતિબેન  બાબરીયા અને ડ્રા.કોન્‍સ. સુર્યકાંતભાઇએ આ કામગીરી કરી હતી

(3:23 PM IST)