News of Tuesday, 22nd September 2026
હોસ્ટેલ-કેન્ટીનમાં વાસી ખોરાક પીરસાય છેઃ ૬પ કિલો અખાદ્ય જથ્થાનો નાશ : જુઓ વિડીયો
શહેરના વિવિધ વિસ્તારોમાં પ૩ ખાણી-પીણીના વેપારીઓને ત્યાં મનપાનું ચેકીંગઃ ૧૮ને નોટીસ :રામ પાર્ક, મહિલા કોલેજમાંથી ઘઉં, પોપકોર્ન પેકેટ, સડેલા બટેટા પકડાયાઃ મેકડોનાલ્ડસ-કુવાડવા રોડ તથા બર્ગર કિંગ-ક્રિસ્ટલ મોલમાંથી ૩ નમુના લેતી ફુડ શાખા

રાજકોટ, તા. રરઃ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી ૫૩ પેઢી/ રેસ્ટોરન્ટ ની તપાસ કરી કુલ ૬૫ કિલો અખાદ્ય, વાસી જથ્થાનો નાશ કરી કુલ-૧૮ પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપી કૂલ રૂ.૧૭,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ તથા fssai એક્ટ હેઠળ ૦૩ નમૂના લઈ પળથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ.
મનપાની સતાવાર યાદી મુજબ Hard Castle રેસ્ટોરન્ટ પ્રા.લી. (મેક ડોનાલ્ડ્સ): ગ્રીનલેન્ડ ગ્લોરી, ગ્રા.ફલોર, શોપ નં-૮/૯/૧૦ ગ્રીનલેન્ડ ચોક, કુવાડવા રોડ, રાજકોટ મુકામેથી (1)”Just milk” Toned milk (from 1 ltr pouch) (2)”Dohler” Strawberry fruit crush (from 1 ltr pouch pkd) ના નમૂના લેવામાં આવેલ તેમજ રૂા. ૩૦૦૦/- વહીવટી ચાર્જ વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
રેસ્ટોરન્ટ બ્રાન્ડઝ એશિયા લિમિટેડ(બર્ગર કિંગ): યુનિટ નં ૨-એ/૧ ક્રિસ્ટલ મોલ, ગ્રા.ફલોર, રાની ટાવર સામે, કાલાવડ રોડ, રાજકોટ મુકામેથી (૧) યુઝ્ડ ફ્રાઇંગ પામોલિન ઓઇલ (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ તેમજ નોટિસ આપેલ.
જયારે લેઉવા પટેલ ગર્લ્સ હોસ્ટેલઃ રામપાર્ક, આત્મીય કોલેજ પાસે, ૨૦ કિલો પડતર/વાસી અખાદ્ય ઘઉંનો નાશ કરેલ તેમજ લાઇસન્સ તથા સ્ટોરેજ બાબતે નોટિસ આપેલ તથા રૂા. ૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
Phenol ઇન્સ્ટિટયૂટ જ્યોતિનગર મેઇન રોડ, ક્રિસ્ટલ મોલની બાજુમાં, ૨૦ કિલો એક્સપાયરી પોપકોર્નના પેકેટનો નાશ કરેલ તેમજ લાઇસન્સ તથા સ્ટોરેજ બાબતે નોટિસ આપેલ તથા ઈં ૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
વિવાન્તા ગર્લ્સ હોસ્ટેલઃ રામપાર્ક મેઇન રોડ, આત્મીય કોલેજ પાસે, ૫ કિલો સડેલા બટેટાનો નાશ કરેલ તેમજ લાઇસન્સ તથા સ્ટોરેજ બાબતે નોટિસ આપેલ તથા રૂા. ૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
પ્રેમ કેટરર્સ (મહિલા કોલેજ કેન્ટીન): મહિલા કોલેજ, કાલાવડ રોડ અંદાજીત ૨૦ કિલો પડતર/વાસી અખાદ્ય ચીજનો નાશ કરેલ તેમજ લાઇસન્સ તથા સ્ટોરેજ બાબતે નોટિસ આપેલ તથા ઈં ૩૦૦૦/- વહીવટી ચાર્જ વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
ઉપરાંત શ્રી પટેલ સૌરાષ્ટ્ર સમાજ સંચાલિત ફિલ્ડ માર્શલ એન્ડ ગોવાણી કન્યા છાત્રાલય લીંબુડીવાડી મેઈન રોડ, કાલાવડ રોડ, લાઇસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા. ૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
કળષ્ણમ પી.જી. હોસ્ટેલ સત્યસાંઈ મેઈન રોડ, શિવમપાર્ક-૧ કોર્નર, લાઇસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા. ૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
શિવમ હોસ્ટેલ ગાયત્રી બસ સ્ટોપ પાછળ, આત્મીય કોલેજ સામે, કાલાવાડ રોડ ખાતે હાઈજેનિક કન્ડિશન તથા લાઇસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા. ૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
માધવ બોયઝ હોસ્ટેલ લક્ષ્મીનગર-૨, નાના મવા રોડ ખાતે હાઈજેનિક કન્ડિશન તેમજ લાઇસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા. ૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
ફોર્ચ્યુન ગર્લ્સ હોસ્ટેલ અતિથિ ચોક પાસે, પંચવટી મેઇન રોડ ખાતે લાઇસન્સ તથા સ્ટોરેજ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા. ૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
અમળત કન્યા છાત્રાલયઃ અતિથિ ચોક પાસે, પ્રાઈમ હોસ્પિટલની બાજુમાં, પંચવટી મેઇન રોડને લાઇસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા. ૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
RCP હોસ્ટેલ સ્કાયપાર્ક, બેડી ચોકડી પાસે, મોરબી રોડ, રાજકોટ. હાઈજેનિક કન્ડિશન તથા લાઇસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા. ૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
જય રેસીડેન્સી બોયઝ હોસ્ટેલ સર્વોદય સોસાયટી, કાલાવાડ રોડને લાઇસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા. ૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
સાથે હરભમજીરાજ ગરાસીયા ર્બોડિંગ રાજપૂતપરા ૫-૬, બસપોર્ટ પાસેને લાઇસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા. ૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
રાયકા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્ટેલ જલાસાઇ પાર્ક-૨, બેડી ચોકડી પાસે, મોરબી રોડને હાઈજેનિક કન્ડિશન તથા લાઇસન્સ બાબતે નોટિસ આપેલ.
સ્વિગી ઇન્સ્ટામાર્ટ રાજર્ષિ બજાજ સામે, ગોંડલ રોડ, રાજકોટ. હાઈજેનિક કન્ડિશન અને લાઇસન્સ બાબતે નોટિસ આપેલ.
શ્રીજી બોયઝ હોસ્ટેલ પારિજાત સોસાયટી, રુડા-૨ સામે, યુનિવર્સિટી રોડ તથા સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ કુમાર છાત્રાલય સૂર્યનગર-૨, અતિથિ ચોક પાસે, પંચવટી મેઇન રોડને હતી.(૬.૧૧)
(2:50 PM IST)










