<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

લિસ્‍ટેડ બૂટલેગર યાકુબના ફોનમાંથી લોકલ બૂટલેગરો-સપ્‍લાયરોના સાંકેતિક નામો મળ્‍યા: જુઓ વિડિયો

મુળ વાંકાનેર સોસાયટીના હાલ દમણ સ્‍થાયી થયેલા શખ્‍સ સામે ૬૫થી વધુ ગુના દારૂના ૭ ગુનાઓમાં વોન્‍ટેડને પીસીબી પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ આર. કે. જાડેજાની ટીમે પકડયોઃ પી. બી. ત્રાજીયા, કિરતસિંહ ઝાલા, કુલદીપસિંહ જાડેજા અને વિજયભાઇ મેતાની બાતમી

રાજકોટ તા. ૩: ગેરકાયદેસર પ્રવળત્તિઓ નાબૂદ કરવા તથા નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ પેટ્રોલીંગ દરમિયાન પીસીબીને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ગ્રીનલેન્‍ડ ચોકડી ખાતેથી ૬૫ જેટલા ગુનાઓમાં સંડોવાયેલા લિસ્‍ટેડ બૂટલેગર યાકુબને પકડી લેવાયો છે. તેના ફોનમાંથી લોકલ બૂટલેગરો, સપ્‍લાયરોના સાંકેતિક નામો મળ્‍યા હોઇ આ શખ્‍સો કોણ કોણ છે? તેની તપાસ માટે રિમાન્‍ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.

શહેર વિસ્‍તારમાં દારૂની ગેરકાયદેસર પ્રવળત્તિઓ સદંતર નેસ્‍તનાબૂદ કરવા અને નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર  બ્રજેશકુમાર ઝાએ આપેલી સુચના અંતર્ગત પીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે પીએસઆઇ પી. બી. ત્રાજીયા, હેડકોન્‍સ. કિરતસિંહ ઝાલા, કુલદીપસિંહ જાડેજા અને વિજયભાઇ મેતાને બાતમી મળી હતી કે અલગ-અલગ પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલા ઇંગ્‍લીશ દારૂના ૭ ગુન્‍હાઓમાં નાસતો-ફરતો આરોપી રાજકોટ આવી રહ્યો છે. આ બાતમીના આધારે પીસીબીની ટીમે ગ્રીનલેન્‍ડ ચોકડી ખાતે વોચ ગોઠવી આરોપી યાકુબ મુસાભાઇ મોટાણી (ઉ.વ. ૫૩, રહે. વાંકાનેર સોસાયટી શેરી નં. ૩, કરમ મકાન, જામનગર રોડ, રાજકોટ, હાલ રહે. ખાનવેલ ગામ, સેલવાસ પાસે, દમણ)ને પકડી લીધો હતો.

પોલીસ સુત્રના જણાવ્‍યા મુજબ યાકુબ મોટાણી વર્ષ ૨૦૦૮થી સતત ઇંગ્‍લીશ દારૂની ગેરકાયદેસર પ્રવળત્તિ આચરી રહ્યો છે. તે કુલ ૬૫ જેટલા ગુન્‍હાઓમાં સંડોવાયેલો છે અને અગાઉ ત્રણ વખત પાસા હેઠળ જેલહવાલે પણ થઇ ચૂકયો છે. આરોપી વિરૂદ્ધ રાજકોટ શહેરના પ્ર.નગર, કુવાડવા રોડ, થોરાળા, એ ડીવીઝન, ડી.સી.બી. પોલીસ સ્‍ટેશન તેમજ વલસાડ રૂરલ પોલીસ સ્‍ટેશન મળી કુલ ૭ દારૂના ગુન્‍હાઓ દાખલ થયેલા હતા, જેમાં તે લાંબા સમયથી નાસતો-ફરતો હતો. તે અગાઉ ટ્રક મારફત દમણથી દારૂ મોકલતો હતો. પણ હાલ નવો કિમીયો અજમાવી નકલી જીએસટીની કોરી કોપીમાં ગમે તે પેઢીના નામે બીલ્‍ટી બનાવડાવી પાર્સલ મારફત દારૂ મોકલવાનું ચાલુ કર્યુ હતું.

પોલીસને તેના મોબાઇલ ફોનમાંથી લોકલ બૂટલેગરો, સપ્‍લાયરોના સાંકેતીક ભાષામાં સેવ કરેલા ફોન નંબર મળ્‍યા હોઇ તેના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે અને રીમાન્‍ડની તજવીજ થઇ રહી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની રાહબરીમાં ?પીઆઈ એમ.આર. ગોડલીયા, પીએસઆઈ પી.બી. ત્રાજીયા, આર.કે. જાડેજા, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્‍યામસિંહ ચૌહાણ તેમજ હેડ કોન્‍સ્‍ટેબલ કિરતસિંહ ઝાલા, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, કિશનભાઇ બોરીચા, રાહુલગીરી ગૌસ્‍વામી, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી અને કોન્‍સ. પળથ્‍વીરાજસિંહ સરવૈયા, યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, હિરેન્‍દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે અને જયેશભાઇ ગઢવીએ આ કામગીરી કરી હતી.

(2:21 PM IST)