News of Tuesday, 29th September 2026
પતિ-પત્નિ પોતાના દિકરા સાથે મળી મહારાષ્ટ્રની લલના રાખી ઘરમાં ચલાવતાં હતાં કૂટણખાનું! : જુઓ વિડીયો
સ્પા, હોટેલ પછી હવે ઘરમાં ચાલુ થયા લોહીના વેપલાઃ અટલ સરોવર પાસે વર્ધમાનનગરમાં એએચટીયુનો દરોડો : પ્રફુલ જાદવ ગ્રાહક પાસેથી રૂા. ૧૫૦૦ લઇ ૫૦૦ લલનાને દેતોઃ તેની પત્નિ ગ્રાહક શરીર સંબંધ બાંધતો હોઇ ત્યારે ગેલેરીમાં ઉભી રહી બહાર વોચ રાખતીઃ દિકરો ગ્રાહકને કોન્ડોમની વ્યવસ્થા કરી આપતોઃ

રાજકોટ તા. ૨૯: શહેરમાં સ્પા પાર્લરમાં, હોટેલોમાં ચાલી રહેલા કૂટણખાના પોલીસ પકડી રહી છે. આ વચ્ચે હવે અટલ સરોવર નજીક વર્ધમાનનગરમાં એક ઘરમાં ચાલતું કૂટણખાનુ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે પકડી લીધુ છે. ચોંકાવનારી બાબત એ છે કે આ કૂટણખાનું એક દંપતિ પોતાના પુત્ર સાથે મળીને ચલાવી રહ્યું હતું. ત્રણેય સામે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે. દિલ્હીની એક લલનાને રાખી તેની પાસે દેહવ્યાપાર કરાવાતો હતો. લલનાને તેના બદલામાં રૂા. ૫૦૦ ચુકવાતા હતાં.
જાણવા મળ્યા મુજબ નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર અટલ સરોવર નજીક વર્ધમાનનગર-૧૭માં એક મકાનમાં રહેતું દંપતિ અને તેનો દિકરો એક પરપ્રાંતની યુવતિને ઘરમાં રાખી તેની પાસે દેહવ્યાપાર કરાવે છે તેવી બાતમી મળતાં એએચટીયુની ટીમે ડમી ગ્રાહક મોકલી દરોડો પાડયો હતો. પોલીસે ઘરધણી પ્રફુલ ચીમનભાઇ જાદવ (ઉ.વ.૫૪), તેના પત્નિ દર્શનાબેન પ્રફુલ જાદવ (ઉ.વ.૫૧) અને દિકરા યશ પ્રફુલ જાદવ (ઉ.વ.૨૫) વિરૂધ્ધ ધ ઇમોરલ ટ્રાફિકીંગ પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
પોલીસે દરોડો પાડયો ત્યારે ઉપરના રૂમમાં ડમી ગ્રહક સાથે એક યુવતિ કઢંગી હાલતમાં મળી હતી. તેની પુછતાછ કરતાં તેણે પોતે મહારાષ્ટ્રની વતની હોવાનું અને અહિ તેની પાસે દહેવેપલો કરાવી ગ્રાહક દિઠ પ્રફુલ જાદવ અને તેના પત્નિ રૂા. ૧૫૦૦ વસુલી તેણીને રૂા. ૫૦૦ ચુકવાતા હોવાનું કબુલ્યું હતું. પોલીસે રૂમમાંથી કોન્ડોમના પેકેટ, રોકડ મોબાઇલ ફોન મળી ૨૯૬૪૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આર્થિક ભીંસ હોઇ દેણુ થઇ ગયું હોઇ પ્રફુલે આ ધંધા ચાલુ કર્યાનું રટણ કર્યુ હતું. તેની પત્નિ ઉપર ગ્રાહક આવે તેને રૂમમાં લલના પાસે મોકલતી હતી અને ગ્રાહક શરીર સંબંધ બાંધતો હોઇ ત્યારે ગેલેરીમાં ઉભી રહી પોલીસ આવતી નથી ને તેનું ધ્યાન રાખતી હતી. જ્યારે તેનો પુત્ર કોન્ડોમની વ્યવસ્થા કરી આપતો હતો.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની રાહબરીમાં પીઆઇ પી.એન. પઢીયાર, પીએસઆઇ એસ. પી. ચોૈહાણ, એએસઆઇ અજયભાઇ શુક્લા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સલિમભાઇ મકરાણી, કોન્સ. હસમુખભાઇ બાલધા, મહેશભાઇ પ્રસાદ, જ્યોતિબેન બાબરીયા, ભુમિકાબેન ઠાકર, સુર્યકાંતભાઇ જાદવે આ કામગીરી કરી હતી.
(2:39 PM IST)










