News of Wednesday, 30th September 2026
બસ સ્ટેશન ઉપર સેન્ડલ વેલનેસ સ્પામાં દંપતિ દ્વારા સંચાલિત કૂટણખાનુ ઝડપાયું : જુઓ વિડીયો
એએચટીયુનો સતત છઠ્ઠો દરોડોઃ ભગવતીપરાના કાસમ કાદરી અને નસીમ કાદરી સામે ગુનો નોંધાયો

રાજકોટ, મિઝોરમ, બંગાળ, લોધીકાની લલના ગ્રાહકો પાસેથી ઇચ્છા મુજબ રૂપિયા લઇ સંચાલકને એક-એક હજાર આપતીઃ ૧ હજાર એન્ટ્રી ફીના લેવાતાં: પીઆઇ પી. એન. પઢીયાર, પીએસઆઇ એસ. પી. ચોૈહાણ, એએસઆઇ અજયભાઇ શુક્લા, સલિમભાઇ મકરાણી, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ટીમની કામગીરી
રાજકોટ તા. ૩૦: શહેરમાં સ્પા મસાજ પાર્લરોમાં, હોટેલોમાં અને ઘરમાં ચાલી રહેલા કૂટણખાના પર પોલીસ સતત દરોડા પાડી રહી છે. એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે સતત છઠ્ઠો દરોડો પાડી વધુ એક સ્પામાં ચાલતા દેહવેપલાનો પર્દાફાશ કર્યો છે. એસટી બસ પોર્ટ ઉપરના ભાગે આવેલા ભગવતીપરાના દંપતિ સંચાલિત સ્પામાં રાજકોટ, લોધીકા, મીઝોરમ, બંગાળની લલનાઓ રાખી દેહવેપલો કરાવાતો હતો.
એએચટીયુની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે બસ સ્ટેશન ઉપર ત્રીજા માળે દુકાન નં. ૫૮-૫૯માં આવેલા સેન્ડલ વેલનેસ સ્પામાં મસાજની આડમાં દેહવેપલો થઇ રહ્યો છે. પોલીસે ડમી ગ્રાહક મોકલી ખરાઇ કરી દરોડો પાડતાં ડમી ગ્રાહક અને એક લલના રૂમમાંથી મળી આવ્યા હતાં. મહિલાએ પોતે રાજકોટની હોવાનું અને ગ્રાહક પાસેથી ઇચ્છા મુજબની રકમ લઇ તેમાંથી ૧૦૦૦ સંચાલકને આપતી હોવાનું કબુલ્યું હતું. તેમજ એન્ટ્રી ફીના અલગથી ૧૦૦૦ લેવામાં આવતાં હોવાનું પણ કહ્યું હતું.
આ સ્પાના અન્ય રૂમમાં તપાસ કરતાં પોલીસને લોધીકા, મીઝોરમ, પヘમિ બંગાળની અન્ય ત્રણ લલના મળી આવી હતી. તેણે પણ ઉપરોક્ત હકિકત પોલીસ સમક્ષ જણાવતાં પીએસઆઇ એસ. પી. ચોૈહાણે ફરિયાદી બની સ્પા સંચાલક દંપતિ ભગવતીપરા સમન્વય હાઇટ્સ-૧૦૧માં રહેતાં કાસમ કમાલુદ્દીન કાદરી અને તેની પત્નિ નસીમબેન કાસમ કાદરી વિરૂધ્ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડની તજવીજ કરી હતી.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ પી. એન. પઢીયાર, પીએસઆઇ એસ. પી. ચોૈહાણ, એએસઆઇ અજયભાઇ શુક્લા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સલિમભાઇ મકરાણી, હેડકોન્સ. જીજ્ઞેશભાઇ મારૂ, કોન્સ. મહેશભાઇ પ્રસાદ, સુર્યકાંતભાઇ જાદવ, શાંતુબેન મુળીયા, ભુમિકાબેન ઠાકરે આ કામગીરી કરી હતી.
પાર્ક કરાયેલી બડાદોસ્ત ગાડીમાંથી રૂા. ૩.૫૧ લાખનો કોપર સ્ક્રેપ ગાયબ!
૧૫૦ રીંગ રોડ ઉમિયા સર્કલ ક્રિસ્ટલ કોર્નર બિલ્ડીંગ પાછળ બનાવ
હિમાલય સોસાયટીના નિકુલભાઇ જેઠાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી
રાજકોટ તા. ૩૦: દોઢસો ફુટ રીંગ રોડ ઉમિયા સર્કલ નજીક ક્રિસ્ટલ કોર્નર બીલ્ડીંગ પાછળ આવેલા પાર્કિંગમાંથી કોઇ રૂા. ૩,૫૧,૦૦૦નો લુઝ કોપર સ્ક્રેપ જે બડાદોસ્ત ગાડીમાં ભરીને રાખ્યો હતો તે કોઇ ચોરી જતાં તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસે ૧૫૦ રીંગ રોડ રાધે હોટેલ પાછળ હિમાલય સોસાયટીમાં રહેતાં નીકુલભાઇ ખોડાભાઇ જેઠા (ઉ.વ.૩૪)ની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે. નીકુલભાઇ પરિવાર સાથે રહે છે અને ઢેબર રોડ પર રાધેક્રિષ્ના રોડવેઝ નામે ટ્રાન્સપોર્ટનું કામ કરે છે. તેની પાસે અશોક લેલાન્ડની બડા દોસ્ત ગાડી જીજે૦૩બીઝેડ-૮૦૬૭ છે. આ ગાડી જંગલેશ્વરના અસલમભાઇ સંધી ચાર મહિનાથી ચલાવે છે, ફેરા કરે છે.
નીકુલભાઇએ વધુમાં જણાવ્યું હતનું કે ૨૨મીએ મોરબી રફાળેશ્વર ખાતે આમરીશભાઇના ગોડાઉનથી આ દોસ્ત ગાડીમાં રૂા. ૩,૫૧,૦૦૦નો લુઝ કોપર સ્ક્રેપ ભરીને ડ્રાઇવર અસલમભાઇ રાજકોટ આવ્યા હતાં. આ ગાડી તેણે પટેલનગરમાં અમરીશભાઇના ગોડાઉન ખતે લઇને પહોંચ્યા હતાં. પણ રાતે ગોડાઉન બંધ હોઇ જેથી ગાડી ઉમિયા સર્કલ ક્રિસ્ટલ કોર્નર પાછળના પ્લોટમાં પાર્ક કરાવી લોક કરીને રાખી હતી. ૨૩મીએ સવારે જોતાં આ ગાડીમાંથી ૨૬૦ કિલો કોપર સ્ક્રેપ ગાયબ હતો. જેની કિંમત સાડા ત્રણ લાખ થાય છે. તપાસ કરવા છતાં ચોરી અંગે માહિતી ન મળતાં પોલીસને જાણ કરી હતી. તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ કે. એસ. ઝાલાએ ગુનો દાખલ કર્યો છે.
(3:21 PM IST)










