<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

માધાપર ચોકડી બ્રીજ ઉપર પવન ચક્કીનો ટ્રક પલ્‍ટી ગયો : જુઓ વિડીયો

રાતે બનાવને પગલે રોડ બંધ થઇ ગયોઃ મહામહેનતે મહાકાય પવનચક્કીના પાર્ટસ સાથેના ટ્રકને સાઇડમાં લેવાયો

રાજકોટઃ શહેરની માધાપર ચોકડીથી બેડી ચોકડીના રસ્‍તે માધાપર બ્રીજ પર રાતે પવનચક્કીના મહાકાય પાર્ટસને લઇને નીકળેલો ટ્રક અકસ્‍માતે રોડ પર પલ્‍ટીને ખાંગો થઇ જતાં રસ્‍તો બંધ થઇ ગયો હતો. આ કારણે ટ્રાફિકજામ થઇ ગયો હતો. ડ્રાઇવરે કોઇપણ કારણોસર કાબુ ગુમાવતાં આ અકસ્‍માત સર્જાયો હતો. બનાવને પગલે વાહનચાલકો હેરાન થઇ ગયા હતાં. પોલીસને જાણ થતાં મોબાઇલો પહોંચી હતી. મહામહેનતે રોડ પરથી પવનચક્કીના પાર્ટસને સાઇડમાં લેવામાં આવ્‍યો હતો. આ માટે ક્રેઇનની મદદ લેવામાં આવી હતી. જામનગર તરફ આ ટ્રક જઇ રહ્યો હોવાનું જણાવાયું હતું. તસ્‍વીરમાં ટ્રક ખાંગો થઇ ગયો તે રાતનું દ્રશ્‍ય અને બાદમાં સવારે આ પાર્ટસ સાઇડમાં લઇ લેવાયો હતો તે સવારનું દ્રશ્‍ય જોઇ શકાય છે (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:05 PM IST)