<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

૧૨માંથી ૧૦ વખત કોંગ્રેસના રાજમાં SIR થયું ત્‍યારે લોકતંત્ર કયાં જોખમમાં હતું? : જુઓ વિડીયો

રાજકોટમાં કેન્‍દ્રીય મંત્રી બધેલના વિપક્ષ સામે આકરા પ્રહારોઃ મતદાર યાદીની શુદ્ધિકરણ પ્રક્રિયાને લઈને કોંગ્રેસના વિરોધ પાછળ રાજકીય સ્‍વાર્થ : કોંગ્રેસના શાસનમાં SIRની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, ત્‍યારે ભાજપે વિરોધ કરવાને બદલે સહકાર આપ્‍યો હતોઃ કોંગ્રેસ હવે પરાજયના ડરથી ચૂંટણી પંચની કામગીરી સામે સવાલો ઉઠાવે છે તેવો ભાજપનો આક્ષેપ

‘લોકતંત્ર બચાવો'ના નારા વચ્‍ચે કોંગ્રેસ પર ભાજપના આકરા પ્રહારઃ રાજકોટમાં કેન્‍દ્રીય મંત્રી બધેલના સવાલોની ઝડીઃ રાજકોટમાં કોંગ્રેસ સામે ભાજપનું રાજકીય રણશિંગું ફૂંકાયું: દેશવ્‍યાપી અભિયાનના ભાગરૂપે રાજકોટ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ઉત્તર પ્રદેશના આગ્રાના સાંસદ અને કેન્‍દ્રીય મંત્રી એસ.પી.સિંહ બધેલએ કોંગ્રેસના આક્ષેપો સામે અનેક સવાલો ઉઠાવી આકરા પ્રહારો કર્યા હતા. આ પ્રસંગે રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, મેયર ડૉ.નેહલ શુક્‍લ, પ્રદેશ ભાજપના ઉપાધ્‍યક્ષ રાજેશભાઈ ચુડાસમા, શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, ધારાસભ્‍ય ભાનુબેન બાબરિયા, ડૉ. દર્શિતાબેન શાહ, પ્રદેશ અગ્રણી પ્રશાંતભાઈ વાળા તથા શહેર ભાજપના મહામંત્રીઓ વલ્લભભાઈ દુધાત્રા, લલિતભાઈ વાડોલિયા અને હાર્દિક બોરડ સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. તસવીરમાં કેન્‍દ્રીય મંત્રીનું સ્‍વાગત, આગેવાનો સાથેની મુલાકાત અને પત્રકાર પરિષદનાં દૃશ્‍યો નજરે પડે છે. (તસવીરઃ અશોક બગથરિયા)

રાજકોટ, તા.૨: દેશમાં મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્‍ચે રાજકીય ઘમાસાણ તેજ બન્‍યું છે. ભાજપ દ્વારા દેશવ્‍યાપી સ્‍તરે ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' અભિયાન અંતર્ગત પદયાત્રા, જનજાગળતિ કાર્યક્રમો અને પત્રકાર પરિષદો યોજવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ‘કમલમ' ખાતે કેન્‍દ્રીય મંત્રી એસ.પી.સિંહ બધેલએ પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસની નીતિ અને વિરોધની રાજનીતિ સામે આકરા સવાલો ઉઠાવ્‍યા હતા.

પત્રકાર પરિષદને સંબોધતા કેન્‍દ્રીય મંત્રીએ જણાવ્‍યું હતું કે, દેશની આઝાદી બાદ અત્‍યાર સુધીમાં ૧૨ વખત મતદાર યાદીનું વિશેષ સઘન પુનરીક્ષણ કરવામાં આવ્‍યું છે. જેમાંથી ૧૦ વખત કોંગ્રેસના નેતળત્‍વવાળી સરકારના શાસન દરમિયાન આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તે સમયે કોંગ્રેસને લોકતંત્ર જોખમમાં હોવાનું કેમ લાગ્‍યું નહોતું? આજે એ જ પ્રક્રિયા સામે કોંગ્રેસ વિરોધના વાવટા કેમ ફરકાવી રહી છે? તેવા સવાલો તેમણે ઉઠાવ્‍યા હતા.

તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, અગાઉ જ્‍યારે કોંગ્રેસના શાસનમાં મતદાર યાદીના પુનરીક્ષણની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હતી ત્‍યારે ભાજપ સહિતના વિપક્ષોએ લોકશાહી વ્‍યવસ્‍થાને મજબૂત બનાવવા સહકાર આપ્‍યો હતો. પરંતુ આજે કેન્‍દ્રમાં ભાજપની સરકાર છે ત્‍યારે કોંગ્રેસ એ જ પ્રક્રિયાને લોકશાહી વિરોધી ગણાવી રહી છે. કોંગ્રેસનું આ વલણ બેવડાં ધોરણો દર્શાવતું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.

કોંગ્રેસને મતદાર યાદીની શુદ્ધતા સામે વાંધો શા માટે?

કેન્‍દ્રીય મંત્રીએ જણાવ્‍યું હતું કે, લ્‍ત્‍ય્‍ની પ્રક્રિયાનો મુખ્‍ય હેતુ મતદાર યાદીને વધુ પારદર્શક અને વિશ્વસનીય બનાવવાનો છે. મળત્‍યુ પામેલા મતદારોનાં નામ, એકથી વધુ સ્‍થળે નોંધાયેલા મતદારો તથા સ્‍થળાંતર કરી ચૂકેલા મતદારોની વિગતોની ચકાસણી કરીને મતદાર યાદીને અદ્યતન બનાવવામાં આવે છે.

તેમણે સવાલ કર્યો હતો કે, જ્‍યારે ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા વધારવા માટે આ કામગીરી કરવામાં આવી રહી છે ત્‍યારે કોંગ્રેસ તેનો વિરોધ શા માટે કરી રહી છે? શું કોંગ્રેસને મતદાર યાદીની શુદ્ધતા કરતાં રાજકીય લાભ વધુ મહત્ત્વનો લાગે છે?

૧૩ કરોડ નામ દૂર કરાયાં હોવાના મુદ્દે પણ કોંગ્રેસને ઘેરી

ભાજપ દ્વારા પત્રકાર પરિષદમાં રજૂ કરવામાં આવેલી માહિતી મુજબ SIRની પ્રક્રિયા દરમિયાન આશરે ૧૩ કરોડ નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્‍યાં હોવાનો દાવો કરવામાં આવ્‍યો હતો. જેમાં ૬.૩ કરોડ કાયમી સ્‍થળાંતર કરેલા, ૩ કરોડ ચકાસણી દરમિયાન ગેરહાજર મળેલા, ૨.૮ કરોડ મળત્‍યુ પામેલા અને ૧ કરોડ ડુપ્‍લિકેટ નોંધણી ધરાવતા મતદારોનો સમાવેશ થતો હોવાનું જણાવાયું હતું.

કેન્‍દ્રીય મંત્રીએ આ આંકડાઓનો ઉલ્લેખ કરતાં કોંગ્રેસ સામે સવાલ કર્યો હતો કે, મળત્‍યુ પામેલા અને ડુપ્‍લિકેટ નોંધણી ધરાવતા મતદારોનાં નામ યાદીમાં જાળવી રાખવાની તરફેણ કોંગ્રેસ શા માટે કરી રહી છે? મતદાર યાદીમાં ગેરરીતિઓ દૂર કરવી એ લોકશાહી મજબૂત બનાવવાની પ્રક્રિયા છે કે લોકશાહી માટે ખતરો? તેવો સવાલ પણ તેમણે ઉઠાવ્‍યો હતો.

ચૂંટણીમાં હારનો દોષ SIR પર ઢોળવાનો કોંગ્રેસનો પ્રયાસ : ભાજપ

કેન્‍દ્રીય મંત્રીએ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ ચૂંટણીમાં મળતા પરાજય બાદ કયારેક ઈવીએમ તો કયારેક ચૂંટણી પંચ અને હવે SIRની પ્રક્રિયા સામે સવાલો ઉઠાવી રહી છે. તેમણે જણાવ્‍યું હતું કે, ચૂંટણીમાં જનતાનો વિશ્વાસ જીતવાને બદલે ચૂંટણી પ્રક્રિયા સામે શંકા ઉભી કરવી એ કોંગ્રેસની રાજકીય વ્‍યૂહરચના બની ગઈ છે.

ભાજપ દ્વારા રજૂ કરાયેલા પત્રકમાં એવો પણ દાવો કરવામાં આવ્‍યો હતો કે ૨૦૧૪થી ૨૦૨૫ દરમિયાન વિવિધ વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસને અનેક વખત પરાજયનો સામનો કરવો પડ્‍યો હતો અને આ ચૂંટણીઓ અગાઉ વર્તમાન SIRની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નહોતી. આમ છતાં કોંગ્રેસ પોતાના રાજકીય પરાજય માટે SIRને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કરી રહી હોવાનો ભાજપે આક્ષેપ કર્યો હતો.

SIR કામગીરીમાં કયા રાજયોમાં કેટલા નામો રદ થયા

ક્રમ     રાજય ડુપ્‍લીકેટ મતદાતા      મૃત મતદાતા

૧.    ઉત્તર પ્રદેશ                   ૨૫.૪૭ લાખ (૧.૬૦%)   ૪૬.૨૩ લાખ (૩.૦૦%)

ર.     મહારાષ્‍ટ્ર  ૧૭.૬૩ લાખ (૧.૮૦%)       ૩૪.૮૧ લાખ (૩.૬૦%)

૩.    આંધ્ર પ્રદેશ                    ૭.૩૭ લાખ (૧.૮૦%)     ૨૬.૯૫ લાખ (૪.૨૦%)

૪.    કર્ણાટક    ૭.૧૦ લાખ (૧.૩૦%) ૨૪.૧૭ લાખ (૩.૨૦%)

પ.    તેલંગાણા  ૬.૭૦ લાખ (૨.૦૦%) ૧૮.૦૭ લાખ (૩.૬૦%)

૬.    ઝારખંડ   ૪.૩૮ લાખ (૧.૭૦%) ૧૬.૪૦ લાખ (૩.૦%)

૭.    તમિલનાડુ ૩.૯૯ લાખ (૦.૬૨%) ૧૫.૨૨ લાખ (૩.૭૦%)

૮.    ગુજરાત   ૩.૮૧ લાખ (૦.૮૦%) ૯.૨૨ લાખ (૨.૭૦%)

૯.    રાજસ્‍થાન  ૩.૪૪ લાખ (૦.૬૦%) ૮.૭૫ લાખ (૧.૬૦%)

૧૦.    મધ્‍યપ્રદેશ      ૨.૭૭ લાખ (૦.૫૦%)  ૮.૪૬ લાખ (૧.૫૦%)

કોંગ્રેસના શાસનમાં SIR સ્‍વીકાર્ય, ભાજપના શાસનમાં અસ્‍વીકાર્ય કેમ?

કેન્‍દ્રીય મંત્રીએ કોંગ્રેસ સમક્ષ ઉઠાવેલા પાંચ સવાલ

૧. આઝાદી બાદ ૧૨ વખત SIR થયું, જેમાંથી ૧૦ વખત કોંગ્રેસના નેતળત્‍વવાળી સરકાર હતી, તો તે સમયે વિરોધ કેમ નહોતો?

૨. અગાઉ વિપક્ષમાં રહેલા ભાજપે આ પ્રક્રિયાને સહકાર આપ્‍યો હતો, તો કોંગ્રેસ આજે વિરોધ શા માટે કરે છે?

૩. મળત્‍યુ પામેલા અને ડુપ્‍લિકેટ નોંધણી ધરાવતા મતદારોનાં નામ દૂર કરવામાં કોંગ્રેસને વાંધો શા માટે?

૪. મતદાર યાદીની શુદ્ધતા અને પારદર્શિતા વધારવાની પ્રક્રિયાને લોકશાહી વિરોધી કેમ ગણાવવામાં આવે છે?

૫. ચૂંટણીમાં મળતા પરાજય માટે ચૂંટણી પંચ અને SIRને જવાબદાર ઠેરવવાને બદલે કોંગ્રેસ જનતાનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કેમ નથી કરતી?

(3:22 PM IST)