News of Monday, 19th October 2026
‘અકિલા રઘુવંશી બીટસ': રઘુકુળના ચોકમાં ઢોલીડાનો ઢોલ વાગ્યોના તાલે દાંડિયાના સંગે ખૈલૈયાઓએ રમઝટ બોલાવી
તારા વિના શ્યામ મને.... રઘુકુળ સંગે દાંડીયારાસ એકલવડો લાગે...કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ

રાજકોટઃ સાધુ વાસવાણી રોડ પર રઘુકુળ યુવા ગ્રુપ આયોજીત ‘અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ ૨૦૨૬'માં સાતમાં અને આઠમાં નોરતે તારા વિના શ્યામ મને... રઘુકુળ સંગે દાંડિયા રાસ એકલડો લાગે..., છેલછબીલા રઘુકુળના રાય રૂડી રાતે દાંડિયા સંગે ગરબે ઘૂમ્યા..., રૂપિયો તો આલીશ પણ... રઘુકુળના દાંડિયારાસમાં મન મોહી ગયું..., કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ... રઘુકુળના રાસમાં રંગાયા ખેલૈયા... ના પ્રાચીન ગરબાઓની રમઝટ જામી હતી અને 'વંદે માતરમ' ના રાષ્ટ્રગીત દાંડીયાનું સમાપન કરેલ હતુ.
સાતમાં અને આઠમાં નોરતે ગ્રુપ-એ માં પ્રિન્સ તરીકે ઘેલાણી દક્ષ, મંત્ર ભાતેલીયા, હરીવંશ રાઠોડ, શ્રેય ભાલોડીયા, મિત દવે તથા પ્રિન્સેસ તરીકે ગણાત્રા અવ્યા, ધૈયા ડાંગર, ઉજીયા ભવ્યા, એના પ્રાચી, વંશીકા ઘોરડા વિજેતા બન્યા હતાં તથા ગ્રુપ બી માં પ્રિન્સ તરીકે કાલપડા ઉદીત, જેઠવા જૈમીન, કેસરીયા રીષીત તથા પ્રિન્સેસ તરીકે સારથી સીવીકા, મેઘાણી વીહા, અસીતા ત્રાંબડીયા વિજેતા બન્યા છે તથા સીગ્રુપમાં પ્રિન્સેસ તરીકે બીનાબેન થડેશ્વર, ઈન્દુબેન ગણાત્રા, પુજારા નીમીષાબેન, આહયા મનીષાબેન વિજેતા બન્યા હતાં. તથા સ્પેશ્યલ ગીફટ નેહાબેન જોબનપુત્રાને આપવામાં આવી હતી. સાતમાં અને આઠમાં નોરતે 'અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ ૨૦૨૬''ના માનવંતા મહેમાનો પુર્વ મંત્રી ભાનુબેન બાબરીયા, ભુમીબેન ગંડેચા (પી.એસ.આઈ.), હસુભાઈ ભગદે, કમલેશભાઈ લાલ, મીતાબેન લાલ, તરૂબેન ચંદારાણા, યોગેશભાઈ સોમૈયા, નીહારભાઈ કાનાબાર, ત્રીનભાઈ મુલીયા, હાર્દિકભાઈ ચોલેરા, વૈશાલીબેન પુજારા, રજનીકાંતભાઈ ત્રિવેદી, કલ્પેશભાઈ કોટક, વિભાબેન કોટક, કલ્પેશભાઈ જોબનપુત્રા, નીશાબેન જોબનપુત્રા, ભાવેશભાઈ કતીરા, ભકિતબેન કતીરા, પ્રકાશભાઈ ગઢીયા, રોનકભાઈ પારેખ, પુજાબેન પારેખ, વિવેકભાઈ પાબારી, ખુમ્બુબેન પાબારી, કમલભાઈ પલાણ, રાધાબેન પલાણ, ધર્મેશભાઈ નંદાણી, સમીરભાઈ સોમૈયા, કેતનભાઈ જેઠવા, શ્વેતાબેન જેઠવા, વિપુલભાઈ બુધ્ધદેવ, દિપ્તીબેન બુધ્ધદેવ, હિતેષભાઈ બુધ્ધદેવ, આનંદભાઈ પુજારા, વિણાબેન અનડકટ, વિભાબેન અનડકટ, આરતીબેન કોટેચા, જલ્પાબેન કોટેચા, સહિતના મહેમાનો ઉપસ્થિત રહયાં હતાં.
‘અકિલા -રઘુવંશી બીટ્સ નવરાત્રી મહોત્સવ-૨૦૨૬'નું ગ્રાઉન્ડ, સાધુ વાસવાણી રોડ, રાજપેલેસ સામે, રાજકોટ ખાતેથી (મો.૯૫૭૪૩ ૩૯૩૩૯) ડેઇલી પાસ વિતરણ વ્યવસ્થા રાખેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.
(2:46 PM IST)










