<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

ગરીબોની રોજીરોટીની વૈકલ્‍પીક વ્‍યવસ્‍થા જરૂરી

મનપા દ્વારા રાજમાર્ગો ઉપરથી રેંકડી-કેબીનો હટાવવા મુદે રજૂઆત : પૂર્વ ડે. મેયર મોહનભાઇ સોજીત્રા, ભારતીય સામ્‍યવાદી પક્ષ તથા અસરગ્રસ્‍તો શેવીંગીયા-લીંગડીયાએ પત્ર પાઠવ્‍યો

રાજકોટ, તા.૨૬: શહેરના રાજમાર્ગો ઉપરથી મનપાની દબાણ શાખા દ્વારા રેકડી-કેબીનો જપ્‍ત કરવાની કાર્યવાહી કરવાાં આવે છે. જેથી રોજનું કમાઇને રોજનું ખાવાવાળા લોકોને પારાવાર મુશ્‍કેલી અંગે રાજકીય આગેવાનો, રાજકીય પક્ષ તથા ગરીબ ધંધાર્થીઓ દ્વારા મેયરને પત્ર લખી યોગ્‍ય કરવા તથા વૈકલ્‍પીક જગ્‍યા ફાળવવા રજૂઆત કરવામાં આવી છે.

વૈકલ્‍પીક જગ્‍યા ફાળવોઃ મોહનભાઇ સોજીત્રા

રાજકોટ મહાનગરપાલીકાની જગ્‍યા રોકાણ વિભાગ રેકડી, કેબીન સ્‍ટોલ, પાથરણાની જગ્‍યા ધરાવતા ગરીબી રેખા નીચે જીવન ગુજરાન ચલાવતા નાગરીકોને જગ્‍યા રોકાણની દરેક ધારક પાસેથી રૂા. ૧૨૦૦/- વસુલીને રેકડી કેબીન ભાડુ ભરતા હોય અને ધંધો રોજગારી મેળવીને તેમની જગ્‍યા રોકાણ વિભો આજીવીકા જીવન પસાર કરતા હોય તેમને તાત્‍કાલીક ધોરણે ૨૨ માર્ગો પર રેકડી, કેબીન સ્‍ટોલ પાથરણા કરીને ધંધો કરતા હોય તેવી ગરીબ વ્‍યકિતઓને આજીવીકા મળે માટે તાત્‍કાલીક હોકર્સ પોલીસી અંતર્ગત વૈકલ્‍પીક જગ્‍યા માટે નજીકના સાર્વજનીક જાહેર હેતુના પ્‍લોટમાં જગ્‍યા ફાળવવાની દરખાસ્‍ત કરીને જનરલ બોર્ડમાં ઠરાવ કરીને ફેરીયાઓને વૈકલ્‍પીક જગ્‍યા મળે તે પ્રકારનું આયોજન કરીને તાત્‍કાલીક વ્‍યવસ્‍થા કરવાની કાર્યવાહી કરવી જોઈએ.

ભારતીય સામ્‍યવાદી પક્ષ

રાજકોટ મહાનગર પાલિકના જગ્‍યા રોકાળ વિભાગે કાયમી ધોરણે જગ્‍યાનું ભાડું દબાણ વિભાગ રૂા. ૧૨૦૦ વસુલે છે એવા રેકડી કેબીન ધારકોનો ટ્રાફિકને નળતરરૂપ ન હોય તેવી નજીક ની જગ્‍યા સરકારી પ્‍લોટ હોય રેકર્ડ ઉપર હોય તેવી જગ્‍યાએ મુકવા જોઇએ.

ધંધા-રોજગાર ચાલુ કરાવોઃ શેવીંગીયા-લીંગડીયા

અમો ગરીબરેખા નીચે આવતા માણસો છીએ રોજનું લઈ રોજ ખાવાવાળા છીએ અમોને રેકડીઓ હટાવવા માટે કોર્પોરેશન તરફથી આવેલ હતા અને અમોને કહે કે રેકડી બંધ કરી નાખો.

પરંતુ અમો કોઈ આપના તરફથી જે રોડ જાહેર કરેલ છે તેમાં અમો આવતા નથી અમો મવડી કણકોટ રોડ ખાતે અમારી રેકડીઓ આવેલ છે અને કોઈ ટ્રાફીકને નડતર રૂપ નથી. તો આપ અમો ગરીબની અરજી ધ્‍યાનમાં લઈને યોગ્‍ય કરી રેકડીઓ ચાલુ કરી આપશો. 

(3:14 PM IST)