News of Saturday, 14th November 2026
લાભપાંચમ પુર્વે મનપામાં બદલીની તડાફડીઃ ૧૪ વોર્ડ ઓફીસર-એસ.આઇ.-એસ.એસ.આઇ.ને ફેરબદલ કરાયા
વોર્ડ ઓફીસર તરીકે નિકુંજ ચૌહાણને વોર્ડ નં.ર, નીલમબેન બેલીમને વોર્ડ નં. ૧રમાં તથા સોલીડ વેસ્ટમાં સંજયભાઇ ચાવડાને વોર્ડ નં. ૧માં, કિરીટસિંહ રાઠોડને વોર્ડ નં.ર માં મુકાયાઃ મ્યુનિ. કમિશનર દ્વારા હુકમ કરાયો

રાજકોટ, તા. ૧૪: દિવાળીનું પર્વ પૂર્ણ થયા બાદ લાભપાંચમના મુહૂર્તે મહાનગરપાલિકામાં બદલીઓનો દોર શરૂ થયો છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ એકસાથે છ વોર્ડ ઓફિસર તથા આઠ સેનેટરી ઇન્સ્પેક્ટર અને સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલીના હુકમો કરતાં કોર્પોરેશનના વર્તુળોમાં ચર્ચા જાગી છે.
મહાપાલિકામાં છેલ્લા ઘણા સમયથી વોર્ડ ઓફિસર તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના કર્મચારીઓની બદલીનું લિસ્ટ તૈયાર થઈ રહ્યું હોવાની ચર્ચા હતી. દિવાળી પહેલાં બદલીઓ થશે તેવી અટકળો વચ્ચે તંત્રએ આખરે લાભપાંચમના દિવસે બદલીનું મુહૂર્ત કાઢયું હતું. જાહેર સેવાના હિતાર્થે અને વહીવટી સરળતા માટે બદલીઓ કરવામાં આવી હોવાનું હુકમોમાં જણાવાયું છે.
છ વોર્ડ ઓફિસરોની આંતરિક ફેરબદલી
વોર્ડ ઓફિસરોની બદલી કરાવી છે જેમાં પરેશ ચાવડાને વોર્ડ નં.૨માંથી વોર્ડ નં.૭ નીલમ બેન બેલીમને વોર્ડ નં.૧૦માંથી વોર્ડ નં.૧૨,નિશાબેન જાદવને વોર્ડ નં.૧૫માંથી વોર્ડ નં.૧૪, વોર્ડ નં.૧૪, ના વોર્ડ ઓફિસરને વોર્ડ નં.૧૫, નિકુંજ ડોબરીયા વોડ રાજેશ ચત્રભુજ નં.૧૨ના વોર્ડ ઓફિસરને વોર્ડ નં.૧૦, તથા નિકુંજ પી. ચૌહાણને વોર્ડ નં.૭માંથી વોર્ડ નં.૨માં મુકાયા છે.
આઠ એસઆઈ-એસએસઆઈ પણ આમથી તેમ
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ડ્રેનેજ વિભાગમાં ફરજ બજાવતા આઠ એસઆઈ-એસએસઆઈની પણ બદલી કરવામાં આવી છે. તેમાં ધીરજ પ્રજાપતિને વોર્ડ નં.૧૨માંથી વોર્ડ નં.૧૪ તથા ૧૭ના ડ્રેનેજ વિભાગમાં કિરીટભાઈ પરમારને વોર્ડ નં.૨માંથી કે.એસ.ડી. ગાર્બેજ સ્ટેશન કિરણભાઈઉધરેજા વોર્ડ નં.૧૪ના ડ્રેનેજમાંથી વોર્ડ નં.૨ સંજયભાઈ ચાવડાને વોર્ડ નં.૭/૧૫માંથી વોર્ડ નં.૧ કિરીટસિંહ રાઠોડને વોર્ડ નં.૧માંથી વોર્ડ નં.૨/૫ દીપકભાઈ ડાંગરને વોર્ડ નં.૪ના ડ્રેનેજમાંથી વોર્ડ નં.૫ કૌશિકભાઈ ડામોરને વોર્ડ નં.૫માંથી વોર્ડ નં.૪ના ડ્રેનેજ વિભાગમાં મયૂરભાઈ રાઠોડને વોર્ડ નં.૨/૫માંથી વોર્ડ નં.૧૭/૫માં મુકવામાં આવ્યા છે.
તમામ બદલીઓનો અમલ તાત્કાલિક અસરથી કરવાનો હુકમ અપાયો છે. બદલીનો પ્રથમ ઘાણવો ઉતરતાં હવે અન્ય શાખાઓના અધિકારીઓ અને કર્મચારીઓમાં પણ પોતાનો નંબર આવશે કે કેમ તે અંગે ગણગણાટ શરૂ થયો છે
(4:07 PM IST)










