<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

રેલનગરમાં મથુરાના અનિલનો ગળાફાંસો ખાઇ લઇ આપઘાતઃ ચાર સંતાન નોધારા

પત્‍નિ લગ્નમાં વતન ગઇ હોઇ હાલ એકલો હતોઃ મિત્ર સાથે ઉભો હતો ત્‍યાંથી હમણા આવું કહીને ન જતાં મિત્ર તપાસ કરવા જતાં લટકતો મળ્‍યો

રાજકોટ તા. ૧: રેલનગરમાં રહેતાં મુળ યુપી મથુરાના યુવાને રાતે રૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. રાતે આ યુવાન મિત્ર સાથે ઉભો હતો ત્‍યારે હમણા આવું કહી રૂમ પર ગયા બાદ પાછો ન આવતાં મિત્ર ઘરે જોવા જતાં લટકતો મળ્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ રેલનગરમાં એ કે બેકરી સામે સરદાર પાર્કમાં રહેતાં મુળ યુપી મથુરાના અનિલકુમાર રામકરણ ચોૈહાણ (ઉ.વ.૩૫) નામના યુવાને ઘરમાં પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ ૧૦૮ના પ્રજ્ઞેશ પરમાર દ્વારા થતાં પ્ર.નગરના પીએસઆઇ એસ. ડી. કોઠીવાર સહિતે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

આપઘાત કરનાર યુવાન ચાર ભાઇ અને ચાર બહેનમાં વચેટ હતો. તેને સંતાનમાં એક દિકરી અને ત્રણ દિકાર છે. તેના આ પગલાથી ચાર સંતાન નોધારા થઇ ગયા છે. અનિલકુમાર પીઓપીનું અને કલર કામ કરી ગુજરાન ચલાવતો હતો. તેના પત્‍નિ મીનાબેન વતનમાં તેણીની બહેનના લગ્ન હોઇ સંતાનોને લઇને ત્‍યાં  ગયા હોઇ અનિલકુમાર અહિ એકલો હતો. રાતે તે રોડ પર મિત્ર સાથે ઉભો હતો અને ઘરે જઇ પાંચ મિનીટમાં પાછો આવે છે તેમ કહીને ગયો હતો. પણ લાંબો સમય સુધી તે પાછો ન આવતાં મિત્ર તપાસ કરવા જતાં તે લટકતી હાલતમાં મળ્‍યો હતો. કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.

 

(3:41 PM IST)