<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

પુનીતનગર ૮૦ ફુટ રોડ પર તિર્થ ગેરેજમાં દારૂની મહેફીલ માણતા અંકુર, ઉદય, કેવલ, ભવ્‍ય પકડાયા

તાલુકા પોલીસે ગેરેજમાં બેસવાની વ્‍યસ્‍થા કરનાર ગેરેજ માલિક હાર્દિક સામે પણ ગુનો દાખલ કર્યો

રાજકોટઃ તાલુકા પોલીસે પુનીતનગર ૮૦ ફૂટ રોડ પર આવેલા એક ગેરેજમાં ચાલતી દારૂની મહેફીલમાં દરોડો પાડી ચાર શખ્‍સોને પકડી લીધા હતાં. ગેરેજ માલિકે પાર્ટી કરવા જગ્‍યા આપી હોઇ પોલીસે તેની સામે પણ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે તીર્થ મોટર ગેરેજ  ખાતે દરોડો પાડયો હતો.

અહિ ચાર શખ્‍સો  અંકુર ભુત (ઉ.વ.૩૮), ભવ્‍ય કાલાવડીયા (ઉ.વ.૨૩), ઉદય રાઠોડ (ઉ.વ.૨૦), કેવલ શીંગાળા (ઉ.વ.૨૬) દારૂ પીવા બેઠા હોઇ ચારેય સામે ગુનો નોંધી દારૂ, ગ્‍લાસ સહિતનો મુદ્દામાલ કબ્‍જે કરાયો હતો. આ ગેરેજ હાર્દિક હરખાણીનું હોઇ તેણે દારૂની પાર્ટી કરવા માટે આ જગ્‍યા આપીે હોવાથી તેનું પણ આરોપીમાં નામ સામેલ કરાયું હતું. પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ એમ. એચ. મહારાજ, એએસઆઇ  ક્રિપાલસિંહ ઝાલા,  કોન્‍સ્‍ટેબલ કુલદીપસિંહ એલ. જાડેજા તથા કરણભાઈ જાદવ સહિતની ટીમે આ કામગીરી કરી હતી.

(1:17 PM IST)