News of Wednesday, 3rd June 2026
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ન્યુરોફિઝિશિયન અને આંખના પડદા સ્પેશ્યાલીસ્ટની જગ્યા મંજૂર કરો
બ્લડની જરૂરીયાત ઉપર પણ ધ્યાન આપવા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનની રજૂઆત

રાજકોટ : તા.૩: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હોમેટોલોજિસ્ટ, ન્યુરોફિઝિશિયન તેમજ આંખના પડદાનાં સુરપર સ્પેશીયાલિસ્ટની જગ્યા મંજૂર કરવા તેમજ સિવિલની બ્લડ બેન્કમાં જરૂરિયાત સાધન અંગે. રોગી કલ્યાણ સમિતિ દ્વારા સિવિલ હોસ્પિટલમાં બ્લડની જરૂરિયાત પૂર્ણ કરવી તેમજ રાજકોટ અને ભાનગર IHBT વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર અને પ્રોફેસરની જગ્યા ખાલી છે તેમાં પેથોલોજી ડોક્ટરની નિમણૂક કરવા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન રાજકોટના પ્રમુખ વિનયભાઇ જસાણીએ આરોગ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. તેઓએ જણાવ્યુ઼ છે કે સોૈરાષ્ટ્રનું મુખ્ય તબીબી કેન્દ્ર રાજકોટ મેડિકલ કોલેજ તથા સિવિલ હોસ્પિટલ છે. અહીં દરરોજ હજારોથી વધારે દર્દીઓ સારવાર માટે આવે છે. રાજકોટ સ્વિલ હોસ્પિટલમાં હાલમાં સ્પેશ્યિાલિસ્ટ ડોકટરોની અછત હોવાના કારણે દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ખાસ કરીને આખા સોૈરાષ્ટ્ર માંથી ૫૫૦ જેટલા થેલેસેમિયાના બાળકો સારવાર માટે આવે છે, જેમને હોમેટોલોજિસ્ટની જરૂરિયાત રહેતી હોય છે. તેમજ ન્યૂરો ફિઝિશ્યન અને આંખના પડદાનાં સુપર સ્પેશિયાલિસ્ટ ોકટરોની તાત્કાલીક જરૂર હોય હાલમાં આ નિષ્ણાત તબીબોની કાયમી વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવાથી બાળકોના નિદાન તેમજ અન્ય દર્દીની સારવારમાં વિલંબ થાય છે. જો આ સારવાર સી એમ સેતુ અંતર્ગત કે સમય દાન અંતર્ગત કરવામાં આવી શકે છે. હાલમાં ન્યૂરો સર્જન તેમજ રૂમેટોલોજીસ્ટ સી એમ સેતુ અંતર્ગત સેવા આપી રહ્યા છે. જો આ પોસ્ટો તાત્કાલિક મંજૂર કરવામાં આવે તો ૨ થી ૧૪ વર્ષના આશરે ૨૫૦ જેટલા બાળકોને બ્લડ આપવાની જરૂરના રહે ઉપરાંત આવા બાળકોને સમયસર નિદાન અને સારવાર સુવિધાઓ ઉપલબ્ધ બની શકશે.
તેમજ સિવિલ હોસ્પિટલમાં અવાર નવાર બ્લડ ઉપલબધ હોતું નથી. જેથી દર્દીની પરિસ્થિતિ ખૂબજ ગંભીર હોય છે. શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવેલ છે તો આ બ્લડની સમસ્યાનું નિવારણ કરવામાં આવે તેવી વિનયભાઇ જસાણી (મો. ૯૪૨૮૨ ૦૦૬૬૦) એ અંતમાં માંગણી કરી છે.
(3:43 PM IST)










