<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

ચુનારાવાડનો અરૂણ ૧૫ વર્ષની બાળાનું અપહરણ કરી ગયો

થોરાળા પોલીસ સ્‍ટેશનના પીઆઇ એસ. પી. સોઢાએ ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરી

રાજકોટ તા. ૩૦: શહેરમાંથી વધુ એક સગીરા ગૂમ થઇ છે. ચુનારાવાડ વિસ્‍તારનો શખ્‍સ તેણીને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી ગયાની ફરિયાદ દાખલ થઇ છે.

જાણવા મળ્‍યા મુજબ ચુનારાવાડ વિસ્‍તારની ૧૫ વર્ષની બાળા તા. ૨૮/૪ના રોજ ગૂમ થઇ જતાં શોધખોળ કરવા છતાં પત્તો ન મળતાં તેણીના માતાએ જાણ કરતાં થોરાળા પોલીસ મથકના પીઆઇ એસ. પી. સોઢાએ તેણીની ફરિયાદ પરથી ચુનારાવાડના અરૂણ અજયભાઇ સરવૈયા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

અરૂણ આ બાળાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે ભગડી ગયાનો અને માથે જતાં મહિલાને ગાળો દીધાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:55 PM IST)