<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

કુવાડવાના અરવિંદભાઇને પૈસાની લેતીદેતીમાં ધમકી મળતાં ફિનાઇલ પીધું

સોનાનો ચેઇન આપી અઢી લાખ લીધા હતાં: ત્‍યારે વ્‍યાજનું પુછતાં રાણાભાઇએ પછી સમજી લઇશું કહેલું: આજે પૈસા આપી ચેઇન છોડાવવા જતાં માથાકુટ કરવામાં આવતાં પગલું

રાજકોટ તા. ૨૨: કુવાડવા ગામમાં વાંકાનેર ચોકડીએ રહેતાં અરવિંદભાઇ રામજીભાઇ બાહુકીયા (ઉ.વ.૩૭) નામના યુવાને બપોરે ઘર નજીક ઇંટોના ભઠ્ઠા પાછળ જઇ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી છે.

અરવિંદભાઇ બે બહેન અને ત્રણ ભાઇમાં ચોથા છે અને સંતાનમાં એક દિકરો છે. તે  સોપારી કટીંગનું મજુરી કામ કરે છે. અરવિંદભાઇએ જણાવ્‍યું હતું કે તેને પૈસાની જરૂર હોવાથી આઠ મહિના પહેલા રાણાભાઇ બાંભવા પાસેથી રૂા. અઢી લાખ લીધા હતાં અને સામે બાવન ગ્રામ સોનાનો ચેઇન ગીરવે મુક્‍યો હતો. તે વખતે વ્‍યાજનું પુછતાં રાણાભાઇએ પછી સમજી લઇશું તેમ કહ્યું હતું. દરમિયાન આજે પૈસાની વ્‍યવસ્‍થા થઇ જતાં પોતે અઢી લાખ લઇ રાણાભાઇ પાસે ગયેલ અને આ રકમ તેને આપી પોતાનો ચેઇન પાછો માંગતા તેણે તારો ચેઇન મેં વેંચી નાંખ્‍યો છે, ફરિયાદ કરીશ તો માર ખાઇશ તેવી ધમકી આપતાં માઠુ લાગી જતાં પોતે આ પગલુ ભર્યુ હતું. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે. 

(3:43 PM IST)