<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

રિસામણેથી પત્‍નિ આવી જતાં અસલમે કહેલું હવે મારે તારું કંઇ કામ નથીઃ નંદીનીને માર મારી પૈસા પણ પડાવતો!

રાજકોટમાં નવાગઢની નંદીની બોસમીયાએ આપઘાત કર્યાની ઘટનામાં મૈત્રી કરારથી જેની સાથે રહેતી તે પરણેલા પ્રેમી, પ્રેમીની પત્‍નિ, સાસુ વિરૂધ્‍ધ આપઘાતની દુષ્‍પ્રેરણાનો ગુનો દાખલઃ નંદીની આપ ઉમેદવાર તરીકે ચૂંટણી પણ લડી હતી : અસલમની પત્‍નિ ઝરીના ઉર્ફે ભૂકંપ નંદીનીની બદસૂરત કરી દેવાની અને સાસુ ગુડ્ડીબેન જિંદગી બગાડી નાંખવાની ધમકી આપતી હતીઃ ત્રાસને કારણે નંદીની મરવા મજબૂર થયાની પિતા આનંદભાઇ બોસમીયાની ફરિયાદઃ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૭: શહેરના  ગોંડલ રોડ પર આવેલા ફ્‌લેટમાં મૈત્રીકરાર-લિવ ઇનથી રહેતી અને નવાગઢ જેતપુરમાં આમ આદમી પાર્ટી તરફથી ચુંટણી લડી ચુકેલી નંદીનીબેન  આનંદભાઇ બોસમીયા (ઉ.વ.૨૩) નામની યુવતિએગળાફાંસો ખાઇ આત્‍મહત્‍યા કરી લીધાના બનાવમાં તેણી પરણેલા પ્રેમી,  પ્રેમીની પત્‍નિ અને સાસુના ત્રાસને કારણે આ પગલુ ભરવા મજબૂર થયાની ફરિયાદ તેણીના પિતાને રાજકોટ તાલુકા પોલીસમાં દાખલ કરાવતાં તપાસ શરૂ કરવામાં આવી છે.

આ બનાવમાં આપઘાત કરી લેનારા નંદીનીબેનના પિતા નવાગઢ મસ્‍જીદધાર પાસે રહેતાં આનંદભાઇ વજુભાઇ બોસમીયાની ફરિયાદ પરથી તાલુકા પોલીસે રાજકોટ રહેતાં અસમલ સમા, તેણીની પત્‍નિ ઝરીના ઉર્ફે ભુકંપ અને સાસુ ગુડ્ડીબેન વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. મળતક નંદીની આનંદભાઈ બોસમીયા (ઉ. વ. ૨૩) આમ આદમી પાર્ટી  સાથે સક્રિય રીતે જોડાયેલી હતી અને અગાઉ પક્ષ તરફથી ચૂંટણી પણ લડી ચૂકી હતી. કોલેજ ગ્રેજ્‍યુએટ નંદીની મેડિકલ રિપ્રેઝન્‍ટેટિવ તરીકે પણ કામ કરતી હતી. આનંદભાઈબોસમીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની દીકરી નંદીનીબેને આશરે નવ મહિના પહેલા જૂનાગઢ રહેતાં અસલમ હુશેનભાઈ સમા નામના શખ્‍સ સાથે મૈત્રીકરાર કર્યા હતા. મૈત્રીકરાર કર્યા બાદથી જ અસલમની પત્‍નિ ઝરીના ઉર્ફે ભુકંપ તથા તેની સાસુ ગુડીબેન અવારનવાર ફોન કરીને નંદીનીને ધમકીઓ આપતા હતા કે-અમે તને અસલમ સાથે સુખેથી જીવવા નહીં દઈએ અને તારી જિંદગી બરબાદ કરી નાખીશું.

ફરિયાદમાં વધુમાં જણાવ્‍યા મુજબ થોડા સમય પહેલા અસલમની પત્‍નિ રિસામણેથી પરત ઘરે આવી ગઈ હતી. ત્‍યારપછી અસલમે પણ નંદીનીને કહેલું કે હવે તારુ કંઇ કામ નથી, મારી પતિન આવી ગઇ છે. આમ કહી સાથે રાખવાની ના પાડી દીધી હતી અને તેને અવારનવાર ગાળો આપી, પૈસાની માંગણી કરી શારીરિક-માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં અસલમે નંદીનીની સોનાની ચેઈન પણ બેંકમાં ગિરવે મૂકી પૈસા લઈ લીધા હતા. આ ત્રાસ અંગે નંદીનીએ અવારનવાર પોતાના પરિવારને આપવીતી જણાવી હતી. ત્રણેક મહિનાથી ખોટી રીતે અસલમે ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. દરમિયાન ગત તારીખ ૨૧/૦૬/૨૦૨૬ના રોજ અસલમે નંદીનીને ઘરમાં એકલી મુકી તેની પત્‍નિ પાસે જતો રહ્યો હતો. આથી નંદીનીએ પોતાના પિતાને ફોન કરી પોતે હવે નવાગઢ ઘરે પાછી આવી જશે તેવી વાત કરી હતી.

આ પછી ૨૨/૬ના રોજ આનંદભાઇ જેતપુર હતાં ત્‍યારે તેની દિકરી રૂપલબેને ફોન કરી કહેલું કે રાજકોટ નંદીનીએ ગળાફાંસો ખાધો છે, આપણે હોસ્‍પિટલે જવાનું છે. આથી આનંદભાઇ સહિતના સ્‍વજનો રાજકોટ દિકરી નંદીનીબેન જ્‍યાં રહેતી હતી ત્‍યાં પહોંચ્‍યા હતાં. જ્‍યાં દિકરી નંદીનીબેનનો મૃતદેહ જોવા મળ્‍યો હતો. ૧૦૮ના તબિબે તેણીને મૃત જાહેર કરી હતી.

આ વખતે ત્‍યાં હાજર આનંદભાઇને તેના મિત્ર ઉમંગ ઉર્ફે રવિ જોષીએ વાત કરી હતી કે તમારી દિકરી નંદીની ગઇકાલે મારા ઘરે આવી હતી અને વાત કરી હતી કે મને અસલમ બહુ હેરાન કરે છે, માર પણ મારે છે અને મારી પાસે પૈસાની માંગણી કરે છે. જેથી હું મારા મમ્‍મી પાસેથી પૈસા લઇને અસલમને આપુ છું. અસલમને પૈસાની ના પાડતાં તેણે માર ુગળુ પણ દબાવ્‍યું હતું. તેમ નંદીનીએ વાત કરી હતી. બીજા દિવસે અસલમના માસીના દિકરા શાહીદનો નંદીનીબેનને ફોન આવતાં તે અસલમને મળવા જંગલેશ્વરમાં શાહીદના ઘરે ગઇ હતી. આ વાત આનંદભાઇને મિત્ર ઉમંગ જોષીએ કહી હતી.

આમ તેમની દિકરી મૈત્રી કરારથી રહેતી હોઇ અસમલ, તેની રિસામણેથી પરત આવેલી પત્‍નિ ઝરીના ઉર્ફે ભૂકંપ અને અસલમની સાસુ ગુડ્ડીબેનના ત્રાસને કારણે દિકરી મરી જવા મજબૂર થઇ હોઇ પિતા આનંદભાઇએ ફરિયાદ નોંધાવતાં તાલુકા પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ  એમ. એચ. મહારાજે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:24 PM IST)