<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

સ્‍ટ્રોંગ હાઇબ્રિડ ઇલેક્‍ટ્રિક વાહનો માટે સુઝુકીની પ્રથમ લિથિયમ-આયન બેટરી, સેલ અને ઇલેક્‍ટ્રોડના ઉત્‍પાદનની ભારતમાં શરૂઆતઃવડાપ્રધાન મોદીની ઉપસ્‍થિતિ : વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ મારુતિ સુઝુકી ઇન્‍ડિયા લિમિટેડ ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની સુઝુકી મોટર ગુજરાત પ્રાઇવેટ લિમિટેડથી૧૦૦થી વધુ દેશોમાં વેચાણ કરવા માટે મારુતિ સુઝુકીની પ્રથમ બેટરી ઇલેક્‍ટ્રિક વાહન (BEV), e VITARA ના ઉત્‍પાદનની શરૂઆતની ઉજવણી કરી હતી. માનનીય વડાપ્રધાને TDS લિથિયમ-આયન બેટરી ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ મારુતિ સુઝુકીની સાથી પેટાકંપની ખાતે સ્‍ટ્રોંગ હાઇબ્રિડ ઇલેક્‍ટ્રિક વાહન માટે પ્રથમ લિથિયમ-આયન બેટરી, સેલ અને ઇલેક્‍ટ્રોડ ની સ્‍થાનિક ઉત્‍પાદનની શરૂઆતની પણ ઉજવણી કરી હતી.મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ, ભારતમાં જાપાનના રાજદૂત શ્રી કેઇચી ઓનો, સુઝુકી મોટર કૉર્પોરેશનના રી્‌પ્રેઝન્‍ટેટિવ ડિરેક્‍ટર અને પ્રેસિડેન્‍ટ શ્રી તોશિહિરો સુઝુકી, મારુતિ સુઝુકીના ચેરમેન શ્રી આર. સી. ભાર્ગવ અને મારુતિ સુઝુકીના મેનેજિંગ ડિરેક્‍ટર અને સીઇઓ શ્રી હિસાશી તાકેઉચી, આ પ્રસંગે નવી દિલ્‍હીમાં મોબિલિટી ગ્‍લોબલ એક્‍સ્‍પો ખાતે કરવામાં આવ્‍યું હતું3:17 PM IST

વડોદરામાં ગણપતિ સ્‍થાપન સમયે ઇંડા ફેંકી વાતાવરણ કલુષિત કરવાના પ્રયાસો નિષ્‍ફળ : પોલીસ કમિશનર નરસિંહમા કોમાર જાતે મેદાને પડયા, ક્રાઈમ બ્રાન્‍ચ વડા લીના પાટિલના માર્ગદર્શનમાં શહેર પોલીસ અને ક્રાઈમ બ્રાન્‍ચ દ્વારા ટેકિનકલ સર્વેલેન્‍સ અને બાતમીદારો મારફત એક સગીર સહિત ત્રણ વિધર્મી આરોપી ગણતરીના કલાકોમાં ઝડપી લેવાયા બધા મિત્રો દ્વારા આ કળત્‍ય ટીખળ ખાતર કર્યાનું ક્રાઈમ બ્રાન્‍ચ પીઆઇ આર.જી. જાડેજા સહિતના અધિકારીઓની આકરી પૂછપરછમાં રટણ, પોલીસ મૂળ સુધી પહોંચવા માગે છે, પોલીસ કમિશનર સહિતની ટીમની કુનેહ પર ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી આફ્રિન, તમામને બિરદાવ્‍યા કોમી સંવેદનશીલતા માટે કૂવિખ્‍યાત આ ઘટનાના પ્રત્‍યાઘાતો ઊંડા ન પડે તે માટે સીપી સામેથી પત્રકારોને મળી, આરોપી ઓળખાઈ ગયા છે, તુરંત પકડાઈ જશે તેમ જણાવી પ્રેસનો સહકાર માંગતા, પ્રેસે પણ અખબારી ધર્મ નિભાવ્‍યો11:49 AM IST