News of Saturday, 14th November 2026
આશાપુરા યુવક મંડળ દ્વારા પૂ.જલારામ બાપાની જન્મજયંતીએ મહાઆરતી-મહાપ્રસાદ
રામવાડીના મહંતશ્રી મયારામ બાપુની ઉપસ્થિતી

રાજકોટ, તા.૧૪: સંતશીરોમણી પૂ.શ્રી જલારામ બાપાની સોમવારે ૨૨૭ મી જન્મજયંતીની શહેરના આશાપુરા યુવક મંડળ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે.
પૂ.જલારામ બાપાની જન્મજયંતી ઉપલક્ષે આશાપુરા ચોક, દિગ્વીજય રોડ ખાતે મહાઆરતી મહંત શ્રી મયારામ બાપુ ગુરૂશ્રી નારણદાસ બાપુ (રામવાડી) તથા લતાવાસીઓ અને દાતાઓના હસ્તે સાંજે ૭ કલાકે યોજાશે. ત્યાર બાદ રાત્રે ૮ કલાકથી મહાપ્રસાદનો પ્રારંભ થશે.
સમગ્ર આયોજનની વિગત ‘અકિલા'ના મોભીશ્રી કિરીટભાઈ ગણાત્રાને આશાપુરા યુવક મંડળના રોમિત રાજદેવ, રાજુભાઈ વોરા, કમલેશ આડતીયા, કૌશીક વોરા, દિવ્ય આડતીયા, પરેશભાઈ મહેતા, સજંયભાઈ કુંડલીયા, ટીનાભાઈ કોઠારી તથા જયેશભાઈ રાયચુરા દ્વારા આમંત્રણ પાઠવી વિગત વર્ણવામાં આવી હતી. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:40 PM IST)










