<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

રાજકોટના પેલેસ રોડ પરના શ્રી આશાપુરા માતાજીના મંદીરે આઠમે હોમાદીક ક્રિયા સંપન્‍ન

રાજકોટ : નવરાત્રી મહોત્‍સવના ભાગરૂપે આસો સુદ આઠમનાં દિવસે હવનાષ્ટમીના હવનનો પેલેસ રોડ ઉપર આવેલ જાડેજા કુટુંબના કુળદેવી આશાપુરા માતાજીના દર્શન અને હવનના દર્શનનો શ્રધ્‍ધાપૂર્વક ધર્મલાભ રાજકોટ રાજપરિવાર અને માઈ ભકતો લીધો હતો. ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજા તથા યુવરાજ સાહેબ જયદિપસિંહજી જાડેજાએ શ્રીઆશાપુરા માતાજીની પુજા, આરતી અને શાષાોકત વિધિ-વિધનથી હોમાદિક ક્રીયા હવન વિધિ અને બીડું હોમવાની વિધી કરેલ. હવન પ્રસંગે હરિશ્‍ચંદ્રસિંહ જાડેજા, રણવિરસિંહ વાગુદડ, દૈવતસિંહ ચાંદલી, છત્રસિંહ વડાળી, દેવેન્‍દ્રસિંહ (ટીકુભાઈ) કોઠારીયા, રવિરાજસિંહ ઝાલા, મયુરસિંહ વાગુદડ, હનુમંતસિંહ દુધરેજ, નિલરાજસિંહ ચાંદલી, રાજાભાઈ વાવડી, ભરતસિંહ વાગુદડ, બળદેવસિંહ ભડીયાદ, ગજેન્‍દ્રસિંહ જાબીડા, સહદેવસિંહ બેલા, જયેશભાઈ દવે, ઋષિકેશભાઈ, ભરતસિંહ જાડેજા, દિનેશભાઈ, નિમિતભાઈ, મયંકભાઈ જોષી, મિતેષભાઈ અને માઈ ભકતો ઉપસ્‍થિત રહ્યા હતા. શાષાોકત વિધિવિધાનથી હવન કાર્ય રાજશાષાી શ્રી ભરતભાઈ ભટ્ટ, યજ્ઞેશભાઈ ભટ્ટ, જયેશભાઈ ભટ્ટ, જીતુભાઈ ભટ્ટ, વિશ્‍વેષભાઈ ભટ્ટ, રાજેશભાઈ પંડયા, ચિરાગભાઈ પંડ્‍યા, જયભાઈ ભોગાયતા, મોહિતભાઈ પાઠક, દેવેન્‍દ્રભાઈ દવે, જયદિપભાઈ જોષી વિગેરેએ પૂર્ણ કરેલ.

(2:07 PM IST)