<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

રાજકોટમાં બાબા બાગેશ્‍વરની ‘સનાતન સેતુ કથા'

તા.૫,૬,૭ જુન ત્રણ દિવસ કથાનું રસપાન કરાવશેઃ રેસકોર્ષ ખાતે તડામાર તૈયારીઓ

રાજકોટઃ શહેરમાં ૨૦૨૩માં બાબા બાગેશ્રવરનો દરબાર યોજાયા બાદ બાબા બાગેશ્રવર(શ્રી ધીરેન્‍દ્ર શાસ્ત્રી) ત્રણ વર્ષ બાદ ફરી રાજકોટ આવી રહયા છે.  જુનમાં તા. ૫, ૬ અને ૭ એમ ત્રણ દિવસ દરમ્‍યાન બાબા બાગેશ્રવર રાજકોટમાં પધરામણી કરશે. આ ત્રણ દિવસ દરમ્‍યાન બાબા બાગેશ્રવર સનાતન સેતુ કથાનું રસપાન કરાવશે. રાજકોટના રેસકોર્સમાં તૈયાર થનાર વિશાળ સમીયાણામાં આ આયોજન થશે. સનાતન સેતુ કથા દરમ્‍યાન બાબા બાગેશ્રવરનો દરબાર ભરાશે. જેમાં બાબા બાગેશ્રવર લોકોની સમસ્‍યાઓનું સમાધાન કરશે. બાબા બાગેશ્રવરના મુખેથી સનાતન સેતુ કથા સાંભળવાનો રાજકોટ શહેરની પ્રજાને અનેરો લહાવો મળશે. રાજકોટને ત્રણ વર્ષ બાદ બાબા બાગેશ્રવરની દિવ્‍યવાણીનો લાભ મળે તે જાણીતા ઉદ્યોગપતિ કિશોરભાઇ ખંભાયતા (ડુનેક્ષ)એ બાબા બાગેશ્રવરને વિનંતી કરી હતી. જેના ફળસ્‍વરૂપે રાજકોટમાં બાબા બાગેશ્રવરની સનાતન સેતુ કથાનો અલભ્‍ય લાભ મળશે. આ પહેલા જુન-ર૩માં પણ  કિશોરભાઇ ખંભાયતાના આમંત્રણથી બાબા બાગેશ્રવર રાજકોટ આવ્‍યા હતા. અને દિવ્‍ય દરબારનું આયોજન થયું હતું. તેમ અખબારી યાદીમાં જણાવાયું છે.

(3:19 PM IST)